Western Times News

Gujarati News

દાદી શર્મિલા ટાગોર સાથે સારા અલી ખાને કર્યો ક્યૂટ ડાન્સ

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે. તે કોઈ પણ એક્ટિવિટી કરે છે તેની અપડેટ હંમેશા ફેન્સને આપતી રહે છે. Sara Ali Khan did a cute dance with Dadi Sharmila Tagore

હાલમાં જ વિક્કી કૌશલ સાથે તેની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ થિએટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું બંનેએ જાેરદાર પ્રમોશન કર્યું હતું. સાથે જ કેટલીક જાેરદાર રિલ્સ પણ પોસ્ટ કરી હતી. ત્યારે હવે સારા અલી ખાનને દાદી શર્મિલા ટાગોર સાથે એક જાેરદાર વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં તે જૂના ગીત પર એક્ટ કરતા જાેવા મળી રહ્યા છે. સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે. તેમાં તે તેની દાદી શર્મિલા ટાગોર સાથે જાેવા મળી રહી છે..

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

બંને એક સેટ પર એન્જાેય કરતાં જાેવા મળી રહ્યા છે. જ્યારે વીડિયોમાં સારા અલી શર્મિલા ટાગોરના ખભા પકડીને ઊભી જાેવા મળી રહી છે. સાથે જ બંનેએ એક તરફ ચંદ્રમા અને બીજી તરફ સૂરજના કિરણો તરફ ઈશારો કર્યો હતો. જ્યારે બેકગ્રાઉન્ડમાં લતા મંગેશકરનું ગીત ‘ચંદા હૈ તૂ મેરા સૂરજ હૈ તૂ’ વાગી રહ્યું છે.

સારા હળવા ગુલાબી રંગના ટેક ટોપની સાથે મેચિંગ શોર્ટ્‌સ અને સ્નિકર્સ સાથે જાેવા મળી હતી. જ્યારે બ્લૂ ડેનિમ જિન્સની સાથે ફ્લોરલ પ્રિન્ટ શર્ટમાં શર્મિલા ટાગોર પણ એકદમ સ્ટાઈલિશ દેખાતાં હતાં. વીડિયો શેર કરતા સારાએ લખ્યું હતું કે, સ્પેશિયલ ડે. બીજી તરફ સારાની ફઈ સબા પટૌડીએ પોસ્ટ પર રેડ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી હતી. તો એક ફેને લખ્યું હતું કે, આ ઘણો પ્રિય છે.

જ્યારે બીજાએ કમેન્ટમાં લખ્યું હતું કે, કેટલો ક્યૂટ વીડિયો છે. શર્મિલા ટાગોર છેલ્લી વાર મનોજ બાજપેયી, સિમરન, સૂરજ શર્મા અને અમોલ પાલેકર સાથે ‘ગુલમહોર’માં દેખાયા હતાં. તેમણે ૧૩ વર્ષ પછી મોટા પડદા પર કમબેક કર્યું હતું. આ તમામની વચ્ચે સારા અલી ખાનની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ ૨ જૂને થિએટર્સમાં રિલીઝ થઈ છે. તો હવે સારા એ વતન મેરે વતન, મેટ્રો ઇન દિનો અને મર્ડર મુબારકમાં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.