Western Times News

Gujarati News

પહેલીવાર મામાની દીકરી રાહાને મળ્યો તૈમૂર કપૂર

મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાન બે દીકરાઓ તૈમૂર અને જેહના માતાપિતા છે. કરીના-સૈફનો મોટો દીકરો તૈમૂર ૬ વર્ષનો છે અને નાનો દીકરો જેહ હજી બે વર્ષનો છે. થોડા સમય પહેલા આપેલા ઈન્ટરવ્યૂમાં સૈફે કહ્યું હતું કે, તૈમૂર જેહનું ખૂબ ધ્યાન રાખે છે અને તે તેને હેરાન કરે તો પણ કંઈ કહેતો નથી. ઉપરાંત તૈમૂરનું પોતાની ફોઈની દીકરી ઈનાયા (સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની દીકરી) સાથે પણ ખૂબ સારું બોન્ડ છે. તૈમૂર અવારનવાર ઈનાયા સાથે રમતો જાેવા મળે છે. RANBIR-ALIA’s daughter RAHA KAPOOR met TAIMUR

હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહાના જન્મ પછી તૈમૂરના ખભા પર ‘મોટાભાઈ’ હોવાની જવાબદારી વધી ગઈ છે. શનિવારે સાંજે આલિયા ભટ્ટ પોતાની દીકરી રાહા સાથે ફોઈ કરીના કપૂરના ઘરે પહોંચી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રાહાને મળતાં જ તૈમૂર તેને વહાલ કરવા લાગ્યો હતો અને ખુશ થઈ ગયો હતો.

માહિતી અનુસાર, “તૈમૂર ગંભીર અને જવાબદાર મોટોભાઈ છે. તે ઈનાયા અને રાહા બંનેનો મોટોભાઈ છે. આ અઠવાડિયે તૈમૂરની મુલાકાત પહેલીવાર રાહા સાથે થઈ હતી. તેની નાનકડી બહેનને જાેઈને તૈમૂર ખૂબ ખુશ થઈ ગયો હતો. તૈમૂર કોઈને રાહાની નજીક નહોતો આવવા દેતો અને તેને એકીટશે પ્રેમપૂર્વક નિહાળી રહ્યો હતો.

રસપ્રદ વાત તો એ છે કે, કરીના અને રણબીર વચ્ચે બોન્ડ અત્યારે જેટલું મજબૂત છે તેટલું નહોતું. જાેકે, બંનેના બાળકો જન્મ્યા ત્યારથી તેમનું બોન્ડ વધારે સ્ટ્રોન્ગ થયું છે. ઘણીવાર એવું થતું હતું કે, મહિનાઓ સુધી રણબીર અને કરીનાની મુલાકાત નહોતી થતી. પરંતુ હવે તેમણે નક્કી કર્યું છે કે તેમના બાળકો એકબીજા સાથે સમય વિતાવી શકે તે માટે તેઓ અવારનવાર મળતા રહેશે.

ઉલ્લેખનીય છે કે, કરીના રણધીર કપૂરની દીકરી છે જ્યારે રણબીર કપૂર તેમના નાના ભાઈ ઋષિ કપૂરનો દીકરો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ લગ્ન કર્યા હતા. કપલની દીકરી રાહાનો જન્મ ૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ થયો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં જાેવા મળશે.

આ સિવાય તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ થકી હોલિવુડમાં ડેબ્યૂ કરશે. આલિયા પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સાથે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં પણ દેખાશે. આ તરફ કરીના કપૂર હાલ રિયા કપૂરની ફિલ્મ ‘ધ ક્રૂ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તેણે હંસલ મહેતાની ફિલ્મનું શૂટિંગ પણ પૂરું કર્યું છે. સુજાેષ ઘોષની ફિલ્મ ‘ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ થકી કરીના ઓટીટી પર ડેબ્યૂ કરવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.