Western Times News

Gujarati News

ત્રણ શિક્ષક સામે વાંકાનેરમાં 53 લાખની ઉચાપત મામલે ગુનો નોંધાયો

પ્રતિકાત્મક

મૂળ સરકારી બિલો પરથી બોગસ બિલ બનાવી નાણાં ઓળવી ગયાં

મોરબી, વાંકાનેર પંથકમાં ફરજ બજાવતા ત્રણ શિક્ષકે મૂળ સરકારી બિલો પરથી ખોટા બિલો બનાવી રૂ.પ૩ લાખથી વધુની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી ત્રણેય શિક્ષકની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણકુમાર અબારિયાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં વાંકાનેર તાલુકા પંચાયત શિક્ષણ શાખામાં હિસાબી શાખાનું ટેબલ સંભાળતા અને હાલમાં મદદનીશ શિક્ષક સોલંકી પ્રા.શાળા ઝિંઝુડામાં ફરજ બજાવતા અરવિંદ નાના પરમાર

તેમજ વાંકાનેર તા.પં. શિક્ષણ શાખામાં આરટીઈનું ટેબલ સંભાળતા હિંમાશુ નારણ પટેલ હાલમાં પલાસ પ્રાથમિક શાળાના શિક્ષક તેમજ વાંકાનેર તાલુકામાં બીઆરસી કોર્ડીનેટર તરીકે ફરજ બજાવતા અને હાલમાં વાંકિયામાં ફરજ બજાવતા અબ્દુલ અબ્રાહમ શેરસિયા વિરૂદ્ધ રૂ.પ૩ લાખથી વધુની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં ર૦૧૭થી ર૦ર૦ દરમિયાન નાણાકીય હિસાબો તપાસવામાં આવતા કર્મચારીઓના પગાર બિલોની રકમ, આરટીઈ સ્કુલ ફી રીએમ્બર્સમેન્ટની રકમ ગ્રાન્ટમાં, શીષ્યવૃતિની બચત ગ્રાન્ટ, સિલેકશન ગ્રાન્ટ, પ્રવાસી શિક્ષક ગ્રાન્ટ, ચિત્ર વ્યાયામ, બચત ગ્રાન્ટ,

શાળા સ્વચ્છતા ગ્રાન્ટ અને વિદ્યા લક્ષ્મી બોન્ડ ગ્રાન્ડના બિલોમાં ત્રણેય શિક્ષક દ્વારા મૂળ સરકારી બિલના બદલી બોગસ બિલો બનાવી જે તે અધિકારીઓના સહી સિક્કા મેળવી બિલો મંજુર કરાવી સરકારી બિલોની રકમથી વધુ રકમ મેળવી નાણાંની ઉચાપત કરી હતી. પોલીસે ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.