Western Times News

Gujarati News

ઠગ બિલ્ડર સરકારી વેબસાઈટથી લોકોની જમીનની વિગતો મેળવતો હતો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના એક બિલ્ડરે જલ્દી પૈસાદાર બની જવા શોર્ટ કટ રસ્તો અપનાવ્યો પણ તે પોલીસ સંકજામાં આવી ગયો હતો. અનેક લોકોની જમીન પચાવી પાડે તે પહેલા જ પોલીસે તેને પકડી પાડયો હતો.  The rogue builder used to get people’s land details from government websites

અમદાવાદ જીલ્લામાં જમીનનો ભાવ વધતા નીરલ ઝવેરી નામના એક બિલ્ડરે પૈસા કમાવા ખોટો રસ્તો અપનાવ્યો હતો. જાેકે, એક જમીનમાલીક સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ગ્રામ્ય પોલીસે તેની ધરપકડ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

હવે આરોપીની તપાસમાં એવું સામે આવ્યું છે કે, બિલ્ડરે નિરલ ઝવેરીનો શોર્ટકટમાં નાણાં કમાવવાનો આઈડીયા એક બ્રોકરે આપ્યો હતો. તે બ્રોકરે ગુજરાત સરકરના રેવન્યુ વિભાગની એક વેબસાઈટનું નામ પણ આપ્યું હતું. જેમાં નિરલ ઝવેરી જમીન માલીકોના ડેટા મેળવતો હતો અને બાદમાં તે વ્યકિતના એકાઉન્ટમાં નાણાં મોકલી કેસ કરાવતો હતો

અને બાદમાં તે જમીન કૌભાંડનો સિલસીલો શરૂ કરી દેતો હતો. આમ તો અમદાવાદ જીલલામાં અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોની જમીનોના ભાવ હાલ સાતમા આસમાને છે. ત્યારે નીરલ ઝવેરી સામે અમદાવાદ જીલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ફરીયાદો નોધાઈ હતી.

જેમાં તે ફરાર હતો. નિરલ ઝવેરી બિલ્ડર હતો પણ ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ જમીન હડપવા અવનવા કીમીયા કરતા હતો અને જમીનમાલીક સામે સીવીલ કેસ કરતો અને બાદમાં સમાધાન કરવા રૂપિયાની માગણી કરતો હતો. જાેકે, ફરીયાદોને આધારે ગ્રામ્ય એસઓઅજી નિરલની દિલ્હીથી ધરપકડ કરી હતી.

નીરલ ઝવેરીની આ મોડસ ઓપરેન્ડી હતી બિલ્ડર આરોપી નિરલ ઝવેરીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે સરકારીવેબસાઈટ પરથી થે કોઈ પણ જમીન શોધી તેના માલીકનો સંપર્ક કરતો હતો. જમીન ખરીદવાના બહાને બાનાખત કરાવવો અતે તેમાંથી જમીનમાલીકની સહી મેળવી તેને ડીજીટલ સહી બનાવી જમીન પચાવી પાડવાનો પ્લાન તેયાર કરતો હતો.

નીરલ સામે અનેક ગુનાઃ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કે આરોપી બિલડર નીરલ ઝવેરીએ અનેક જમીનમાલીકોની સહીઓ મેળવવી હતી. જાેકે પ્રયાસમાં પણ જમીન માલીકના ખ્યાલ આવી જતા પોલીસ ફરીયાદ નોધાઈ હતી. પોલીસ પુછપરછ દરમ્યાન સામે આવ્યું હતું કે નીરલ ઝવેરી અનેક જમીનમાલીકોને પોતાના શિકાર બનાવવાનો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.