Western Times News

Gujarati News

વિવાદ છતાં આદિપુરુષનું કલેક્શન રૂપિયા ૧૫૦ કરોડને પાર જોવા મળ્યું

મુંબઈ, પૌરાણિક મહાકાવ્ય પર આધારિત ફિલ્મ આદિપુરુષ ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત છે. જે ૧૬ જૂનના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે. પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી છે, આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૧૫૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર જીટ્ઠષ્ઠહૈઙ્મા અનુસાર, આ ફિલ્મે રિલીઝના બીજા દિવસે ભારતમાં તમામ ભાષાઓમાં ૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આદિપુરુષ હિન્દી બોક્સ ઓફિસ પર પણ બે દિવસમાં ૩૭ કરોડ રૂપિયાના કલેક્શન સાથે સારું પ્રદર્શન કરી રહી છે. આદિપુરુષ માટે તેલુગુમાં બીજા દિવસનું કલેક્શન ૨૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

ફિલ્મ આદિપુરુષને તેની રિલીઝ પછી ઘણી ટીકા અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે, ખાસ કરીને તેની વિઝ્‌યુઅલ ઇફેક્ટ્‌સ અને સંવાદોને લઈને વિવાદ છેડાયો છે.
છત્તીસગઢના ભરતપુર જિલ્લામાં ફિલ્મની રિલીઝ પર રાષ્ટ્રીય પ્રતિબંધની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં આદિપુરુષની શરૂઆતના દિવસની કમાણી ચોથા સ્થાને છે.

આ યાદીમાં ટોચની ત્રણ ફિલ્મો રૂ. ૨૨૨ કરોડ સાથે ‘RRR’, રૂ. ૨૧૪ કરોડ સાથે ‘બાહુબલી ૨ઃ ધ કન્ક્‌લુઝન’ અને રૂ. ૧૬૪.૫ કરોડ સાથે ‘KGF ચેપ્ટર ૨’ છે. રિપોર્ટ મુજબ, ૫૦૦ કરોડના બજેટ સાથે બનેલી ‘આદિપુરુષ’ સૌથી મોંઘી ભારતીય ફિલ્મ છે.

ફિલ્મના મેકર્સ ‘આદિપુરુષ’ના ડાયલોગ્સ બદલવાનો વિચાર કરી રહ્યા છે. ડાયલોગ્સ ફરીથી લખીને આગામી દિવસોમાં તેને થિયેટરમાં દેખાડશે તેવી બાંહેધરી તેમણે આપી છે. ફિલ્મનું બોક્સ ઓફિસ પર સારું કલેક્શન થઈ રહ્યું છે પરંતુ દર્શકોની નારાજગી સપાટી પર આવતા હવે મેકર્સે ભૂલ સુધારવાનો ર્નિણય કર્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર વર્લ્ડ વાઈડ ૧૫૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.