Western Times News

Gujarati News

કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં રૂપિયાની નોટો ઉડાડતી મહિલા વિરૂદ્ધ FIR

નવી દિલ્હી, કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં નોટો ઉડાડતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત થયા બાદ પોલીસે સોમવારે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું હતું કે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ તરફથી અરજી મળી છે.

આપેલ અરજીના આધારે, કોતવાલી સોનપ્રયાગમાં શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને કથિત રીતે ઠેસ પહોંચાડનારાઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે ટૂંક સમયમાં તપાસ પૂરી કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ, વીડિયો સામે આવ્યા બાદ,  પ્રમુખ અજેન્દ્ર અજયે ગર્ભગૃહમાં પંડિતોની હાજરીમાં એપિસોડ પર સખત નારાજગી વ્યક્ત કરી હતી અને સત્તાવાળાઓ પાસેથી ખુલાસો માંગ્યો હતો. અજેન્દ્ર અજયે આ સંબંધમાં રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે પણ વાત કરી અને દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું. વાયરલ વીડિયોમાં એક મહિલા બાબા કેદારનાથના શિવલિંગ પર નોટો ઉડાડતી જાેવા મળી રહી છે જ્યારે એક પૂજારી પૂજા કરતા જાેવા મળે છે. તેના બેકગ્રાઉન્ડમાં ‘ક્યા કભી અંબર સે સૂર્ય બિછરતા હૈ’ ગીત સંભળાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ વીડિયો પર આકરી પ્રતિક્રિયા આપી છે અને મહિલાની સાથે સાથે પંડિતોની પણ ટીકા કરી રહ્યા છે જેમણે તેને આમ કરવાથી રોક્યા નહીં. કેદારનાથ મંદિર હાલમાં ગર્ભગૃહમાં સોનાના પ્લેટિંગમાં સોનાની જગ્યાએ પિત્તળના સ્તરનો ઉપયોગ કરવાના આરોપો અને તેમાં લગભગ ૧.૨૫ અબજ રૂપિયાના કૌભાંડને લઈને ચર્ચામાં છે.

આ વીડિયો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. બીકેટીસી દ્વારા દાતાની પવિત્ર ભાવના અનુસાર,” કેદારનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલો પર સોનાનો ઢોળ ચડાવવાની પરવાનગી આપવામાં આવી હતી. ગર્ભગૃહને સુવર્ણમય બનાવવાનું કાર્ય દાતાએ પોતે, પોતાના સ્તરે કર્યું છે. દાતા વતી જ્વેલર્સ દ્વારા પોતાના સ્તરેથી તાંબાની પ્લેટ તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર સોનાના થર ચઢાવવામાં આવ્યા હતા. દાતાએ તેમના જ્વેલર્સ દ્વારા આ પ્લેટો મંદિરમાં સ્થાપિત કરાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.