Western Times News

Gujarati News

ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ”ને પૂરા થયા ૨૪ વર્ષ

મુંબઈ, વર્ષ ૧૯૯૯માં સંજય લીલા ભણસાલીએ બનાવેલી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ રિલીઝ થઈ હતી, જે ખૂબ જ હિટ રહી હતી. જાેકે, ભણસાલીની આ ક્લાસિક ફિલ્મને રિલીઝ થયાના આજે (૧૮ જૂન) ૨૪ વર્ષ પૂર્ણ થયા છે.

આ ફિલ્મમાં બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન, અભિનેતા સલમાન ખાન અને અજય દેવગણ જાેવા મળ્યા હતા. તે સમયે આ ફિલ્મે અનેક એવોર્ડ પણ જીત્યા હતા. તેવામાં હવે આ ફિલ્મને ૨૪ વર્ષ પૂર્ણ થતાં ભણસાલી પ્રોડક્શન્સે ફિલ્મ દરમિયાનની યાદોનો એક વીડિયો શેર કર્યો હતો. સાથે જ પ્રોડક્શન્સે એક નોટ પણ લખી હતી. હમ દિલ દે ચૂકે સનમમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનની જાેડીને લોકોએ ઘણી પસંદ કરી હતી.

સાથે જ આ ફિલ્મના તમામ ગીતો ખૂબ જ સુપરહિટ થયા હતા. તેવામાં હવે ભણસાલી પ્રોડક્શન્સે આ ફિલ્મને યાદ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. તેમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, જેવી તેમની નિયતિ ખૂલે છે. તો પ્રેમની સ્થાયી શક્તિ પ્રબળ થઈ જાય છે. આ ટાઈમલેસ સ્ટોરીને આજે ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉજવણી કરવામાં આવી રહી છે.

આમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ ફિલ્મનું નામ હમ દિલ દે ચૂકે સનમ રાખવામાં આવ્યું હતું. જાેકે, તે પહેલા ફિલ્મને દિલ તો હમને દિયા સનમ આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ફિલ્મના નામમાં ફેરફાર કરાયો હતો. એવી જ રીતે અજય દેવગણે જે રોલ કર્યો હતો. તે પહેલા શાહરૂખ ખાન, અનિલ કપૂર, સંજય દત્ત, આમિર ખાન અને અક્ષય કુમારને ઑફર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ અજય દેવગણને લેવામાં આવ્યો હતો. આ સુપરહિટ ફિલ્મનું શૂટિંગ કચ્છના ભુજ, વિલાસ પેલેસ અને ઓર્ચાર્ડ પેલેસ સહિત ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર કરવામાં આવ્યું હતું. જ્યારે ફિલ્મનો સેકન્ડ હાફ બુડાપેસ્ટ અને હંગેરી જેવા સ્થળ બતાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ ફિલ્મ ૧૬ કરોડ રૂપિયામાં બનાવવામાં આવી હતી.

જ્યારે બોક્સઑફિસ પર ૫૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે આ ફિલ્મ માટે ઈસ્માઈલ દરબારને બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. સાથે જ ફિલ્મને ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત થયો હતો. બીજી તરફ આ ફિલ્મના ગીત ચાંદ છુપા બાદલ મેં, આંખો કી ગુસ્તાખીયાં, ઢોલી તારો ઢોલ બાજે, નિંબુડા, મન મોહિની, અલબેલા સાજન, તડપ તડપ કે અને ટાઈટલ સોન્ગ હમ દિલ દે ચૂકે સનમ તો લોકમુખે ચઢી ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.