Western Times News

Gujarati News

બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લાયબ્રેરી અને સ્કોલરશીપ પ્રોજેક્ટ બનાવાશે

(તસ્વીરઃ અશોક જાેષી) તાજેતરમાં જિલ્લાના બ્રહ્મ સમાજના બાળકો ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઊંચી ટકાવારી સાથે પાસ થનાર ભૂદેવ તેજસ્વી તારલાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન મળે તે માટે બ્રહ્મ સમાજ તથા સમાજના મોભીઓ દ્વારા જિલ્લાના ભૂદેવ પત્રકારો તથા ધરમપુર વિશ્વવિખ્યાત મૃદુભાસી

અને સૌમ્ય કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ અને ભારતમાં જ નહીં પણ દુનિયાના લગભગ બધા જ દેશોમાં રામ કથા ભાગવત કથા અને દેવી ભાગવત કથા જેવી ૮૪૨ કથાઓ કરનાર વલસાડ જિલ્લાના ખેરગામના શ્રી પ્રફુલભાઈ શુક્લ ની અધ્યક્ષતામાં આ બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ બી એન જાેશી એ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,બ્રહ્મ સમાજના ભૂદેવ બાળકોને, વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ જેવા કે સિવિલ સર્વિસીસ (આઇએસ, આઇપીએસ), એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી, સીએ, મેનેજમેન્ટ, પીએચડી ડોક્ટરેટ ડિગ્રી જેવા ઉચ્ચ શિક્ષણ નો

અભ્યાસ કરવા માટે પુસ્તકો અને સ્કોલરશીપના ( નાણાંના )અભાવે આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી આ બાબતે પ્રમુખશ્રીએ કહ્યું કે સુરત અમદાવાદ જેવા મોટા શહેરોમાં બ્રહ્મ સમાજ દ્વારા લાઇબ્રેરી અને વિદ્યાર્થી ઓને વગર વ્યાજની લોન મળે તેવા પ્રોજેક્ટ બ્રહ્મ સમાજ દ્વારા કામ કરી રહ્યા છે

તો આપણે પણ આપણા વલસાડ જિલ્લાના ભૂદેવ વિદ્યાર્થીઓ આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે આવા પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી શરૂ કરી છે કાર્યક્રમમાં આ પ્રોજેક્ટ માટે પૂરેપૂરો સહકાર આપવા વાપીના ઉદ્યોગપતિ શરદભાઈ ઠાકરે પોતાનો પૂરેપૂરો સહકાર અને દર વર્ષે જરૂરી જરૂરી યોગદાન આપવાની જાહેરાત કરી હતી.

જ્યારે વાપી નોટીફાઇડ ના સભ્ય ચૈતન્ય ભટ્ટે જણાવ્યું હતું કે, જરૂરીયાત ધરાવતા ભૂદેવ વિદ્યાર્થીઓને અમોએ હંમેશા સહયોગ આપ્યો છે અને આપતા રહીશું. આ શુભ પ્રસંગે કથાકાર ભાગવતાચાર્યોએ કાર્યક્રમમાં જિલ્લાના ભૂદેવોને અપીલ કરી હતી કે, આપણા જિલ્લામાં ઘણા જ ભૂદેવ ઉદ્યોગપતિઓ છે જે આ પ્રોજેક્ટ માં સારો એવો સહયોગ અને યોગદાન આપી શકે એમ છે. અંતમાં સન્માન સમારંભમાં પધારેલ જિલ્લાના ભૂદેવ પત્રકારોને સાલ ઓઢાડી ટોકન આપી સન્માનિત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.