Western Times News

Gujarati News

ગરનાળામાં કોલેજ બસ ફસાતા વિદ્યાર્થીઓને બસની બારીમાંથી બહાર કઢાયા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદે આજે એન્ટ્રી મારી છે. છુટાછવાયા વરસાદી ઝાપટાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા . શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાતા વિદ્યાર્થીઓને બસની બારીમાંથી બહાર કઢાયા હતા.

નડિયાદમાં માત્ર એક કલાકના વરસાદમાં નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. નડિયાદના રબારીવાડ વિસ્તાર , વૈશાલી ગરનાળા , માઈ મંદિર ગરનાળા , ખોડીયાર ગરનાળામાં પાણી ભરાયા હતા. નડિયાદ ચારેય ગરનાળામાં પાણી ભરાવાના કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમમાં રહેતા નાગરિકો વાહનો લઈ જતા મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો

નડિયાદ માં શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ ગઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં બસના ચાલકે સાહસ કરી પસાર કરતા બસ બંધ પડી ગઈ હતી.

બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. ગરનાળામાં અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા.આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બસની બારીમાંથી વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા.આ સ્કૂલ બસ માં કોલેજ ની છોકરીઓ હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.