Western Times News

Gujarati News

ડિપ્રેશનના કારણે કેનેડા જતો રહ્યો હતો એક્ટર રજત બેદી

મુંબઈ, એક્ટર રજત બેદીએ બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ લોકો તેને ‘કોઈ મિલ ગયા’થી યાદ કરે છે. રિતિક રોશન અને પ્રીતિ ઝિંટા સ્ટારર આ ફિલ્મમાં રજત બેદીને નેગેટિવ શેડમાં ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ ફિલ્મની છેલ્લી કટ જાેઈ રજત બેદીને ઘણું દુઃખ થયું હતું. Koi Mil Gaya actor Rajat Bedi

તાજેતરમાં જ એક્ટરે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, ફિલ્મમાંથી તેના ઘણા બધા સીન્સ પર કાતર ફેરવી દેવાઈ હતી. રજત બેદીએ ‘કોઈ મિલ ગયા’માં રાજ સક્સેનાનો રોલ કર્યો હતો. તો રિતિક રોશને રોહન મેહરા અને પ્રીતિ ઝિંટાએ નિશાનું પાત્ર ભજવ્યું હતું.

રજદ બેદીએ મુકેશ ખન્ના સાથે વાતચીતમાં જણાવ્યું કે, ફિલ્મમાં તેના રિતિક અને પ્રીતિ સાથે ઘણા સીન્સ હતા, જેને હટાવી દેવાયા. તેનાથી તે ઘણો દુઃખી થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મને રાકેશ રોશને ડાયરેક્ટ કરી હતી અને ફિલ્મમાં હીરો તેમનો પુત્ર રિતિક હતો. રજતે જણાવ્યું કે, તેને ‘કોઈ મિલ ગયા’ની પબ્લિસિટીમાંથી પણ બહાર કરી દેવાયો હતો. તે ઘણો નિરાશ થઈ ગયો હતો અને એટલે કેનેડા શિફ્ટ થઈ ગયો.

મુકેશ ખન્નાએ જ્યારે રજત બેદીને તેના ડિપ્રેશનનું કારણ પૂછ્યું તો, તેણે કહ્યું કે, ‘કોઈ મિલ ગયા’ હિટ થવા છતાં તેના કરિયરને કોઈ ફાયદો નહોંતો થયો. તેણે કહ્યું કે, ‘કોઈ મિલ ગયા’ જ્યારે રિલીઝ થઈ તો તેને એ જાેઈને ઘણી નિરાશા થઈ કે કે તેના સીન્સ કાપી નાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેને ફિલ્મના પ્રમોશન અને પબ્લિસિટીમાંથી પણ હટાવી દેવાયો હતો.

રજતના કહેવા મુજબ, તે દુઃખી એટલા માટે હતો કે એક એક્ટર હોવાના નાતે તેને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી, પરંતુ તેને ઘણી નિરાશા હાથ લાગી. કોઈ મિલ ગયા’ વર્ષ ૨૦૦૩માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મમાં રેખા, મુકેશ ઋષિ, જાેની લીવર, પ્રેમ ચોપડા, અંજના મુમતાઝ અને હંસિકા મોટવાની સહિત ઘણી સ્ટાર નજર આવ્યા હતા. રજત બેદીએ ૧૯૯૮માં આવેલી ફિલ્મ’૨૦૦૧ઃ દો હજાર એક’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. પરંતુ, ૨૦૧૬માં તે ફિલ્મોથી દૂર થઈ ગયો હતો. જાેકે, આ વર્ષે તે ‘ગોલ ગપ્પે’થી એક્ટિંગની દુનિયામાં પાછો આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.