Western Times News

Gujarati News

અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઈકા અરોરાએ જમાવ્યો રંગ

મુંબઈ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ ૨૦૧૯માં રિલેશનશિપ ઓફિશિયલ કર્યા ત્યારથી તેઓ ફેન્સને કપલ ગોલ્સ આપતાં આવ્યા છે. પાર્ટી હોય કે લંચ-ડિનર ડેટ… હેન્ગઆઉટ હોય કે વેકેશન… આ કપલ હંમેશા એકબીજા સાથે યંગ લવબર્ડ્‌સની જેમ વર્તે છે. અર્જુનનો આજે (૨૬ જૂન) બર્થ ડે છે ત્યારે મલાઈકા તેના સેલિબ્રેશનમાં સામેલ ન થાય તેવું ક્યારેય બની શકે? એક્ટરે મોડી રાતે પોતાના ઘરે સેલિબ્રેશન કર્યું હતું, જેમાં ખાસ મિત્રો સામેલ થયા હતા. Malaika Arora rocked Arjun Kapoor’s birthday party

આ દરમિયાન બધાએ સાથે મળીને ખૂબ મસ્તી કરી હતી અને ડાન્સ પણ કર્યો હતો. કિલર મૂવ્ઝ માટે જાણીતી મલાઈકાએ તેના ઓલ ટાઈમ હિટ સોન્ગ ‘છૈયા છૈયા’ પર ઠુમકાં લગાવ્યા હતા. તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઈકા અરોરા વ્હાઈટ શ્ રેડ કલરનું શિમરી ગાઉન પહેર્યું હતું. તેણે ‘છૈયા છૈયા’ સોન્ગ પર કિલર મૂવ્સ દેખાડ્યા હતા. તેની સાથે તેના કોઈ ફ્રેન્ડે પણ ડાન્સ કર્યો હતો. જ્યારે અન્ય મહેમાનોએ તેને ચીયર કરી હતી.

મલાઈકા સિવાય અર્જુનની બર્થ ડે પાર્ટીમાં અર્જુનની બહેન અંશુલા અને તેનો બોયફ્રેન્ડ રોહન ઠક્કર સામેલ થયા હતા. આ સિવાય ખુશી કપૂર પણ કેમેરામાં કેદ થઈ હતી. એક્ટરે ૩૮મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. મલાઈકા અરોરાએ અર્જુન કપૂરને વિશ કરતાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી.

આ સાથે તેણે લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે માય સનશાઈન, માય થિંકર, માય ગુફી, માય શોપોહોલિક, માય હેન્ડસમ @arjunkapoor, રિપ્લાયમાં ‘બર્થ ડે બોય’એ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા હતા. કેટલાક ફેન્સે કોમેન્ટ કરતાં બંનેને લગ્ન કરી લેવાની વિનંતી કરી હતી તો કેટલાકે તેમની જાેડીને હોટ ગણાવી હતી.

લવ સ્ટોરીની વાત કરીએ તો, અર્જુન કપૂર પહેલા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરતો હતો. તે મળવા માટે અવારનવાર તેના ઘરે જતો હતો અને તે સમયે અરબાઝ ખાનની પત્ની મલાઈકા અરોરાને નોટિસ કરવાનું શરૂ કર્યું હતું. ૨ વર્ષ બાદ અર્જુને અર્પિતા સાથે બ્રેકઅપ કર્યું હતું અને બોલિવુડમાં ડેબ્યૂ કરવા અંગે ફોકસ કરવા લાગ્યો હતો. અર્જુનનું આ દરમિયાન મલાઈકા સાથે સારું બોન્ડિંગ થઈ ગયું હતું અને મલાઈકાએ જ તેને ફિલ્મો કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.

૨૦૧૬માં મલાઈકાએ ૧૯ વર્ષના લગ્નજીવન બાદ અરબાઝને ડિવોર્સ આપ્યા હતા. ડિવોર્સ બાદ મલાઈકા અને અર્જુને મળવાનું શરૂ કર્યું હતું. બંને એકબીજાના ઘરની મુલાકાત લેતા રહેતા હતા. ૨૦૧૮માં કેઓ લેકમે ફેશન વીકમાં સાથે દેખાયા હતા. તેઓ ઘણીવાર લંચ અને ડિનર ડેટ પર સ્પોટ થતાં હતા.

તેનાથી તેમના ડેટિંગની ખબરો શરૂ થઈ હતી. અર્જુનના ૩૪મા બર્થ ડે પર કોઝી તસવીર શેર કરી સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અર્જુન કપૂર ફિલ્મ ‘મેરે હસબંડ કી બીવી’માં ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ સાથે દેખાશે. આ સિવાય તે ફિલ્મ ‘કનેડા’માં અનુષ્કા શર્મા સાથે સ્ક્રીન શેર કરશે. બીજી તરફ, મલાઈકા અરોરા ઘણા વર્ષથી મોટા પડદાથી દૂર છે અને મુંબઈમાં પોતાનો યોગા સ્ટુડિયો ચલાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.