Western Times News

Gujarati News

ફિલ્મે રૂપિયા ૪૫૦ કરોડની કમાણી કરી: આદિપુરુષ મેકર્સ

મુંબઈ, ફિલ્મ ડિરેક્ટર ઓમ રાઉત સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને વધી રહેલા વિવાદનો મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. હવે હાઈકોર્ટે આ ફિલ્મના મેકર્સની સાથે સેન્સર બોર્ડને પણ ફટકાર લગાવી છે. સામાન્ય લોકો સોશિયલ મીડિયા પર આ ફિલ્મ સામે સતત પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે ફિલ્મ અને ટીવી કલાકારોએ પણ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. ફિલ્મને લઈને વિવાદ શરૂ થયા બાદ મેકર્સે તેના ડાયલોગ બદલવાની વાત કરી હતી.

આ સિવાય ફિલ્મ મેકર્સે દર્શકોને પોતાની ફિલ્મ તરફ આકર્ષવા માટે ટિકિટના ભાવમાં પણ ઘટાડો કર્યો હતો. અહેવાલ છે કે થિયેટરોમાં ૨૦૦૦ રૂપિયા સુધીની ટિકિટની કિંમત હવે ઘટાડીને ૧૧૨ રૂપિયા કરવામાં આવી છે. ફિલ્મે તેના બીજા સોમવારે તેનું અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન નોંધાવ્યું છે.

એડવાન્સ બુકિંગના કારણે આ ફિલ્મે શરૂઆતના ૩ દિવસ સુધી ઘણી કમાણી કરી હતી. જાે કે, ઘટેલી ટિકિટના ભાવે રવિવારે લોકોને આકર્ષ્યા અને સ્થાનિક બોક્સ ઓફિસ પર તેણે રૂ. ૭.૨ કરોડ એકત્રિત કર્યા. એવું લાગતું હતું કે આ ટ્રેન્ડ કદાચ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે, પરંતુ એવું બન્યું નહીં.

આ ફિલ્મના પ્રોડક્શન હાઉસે તેના ટિ્‌વટર પર તેના ૧૦મા દિવસના વર્લ્ડવાઈડ કલેક્શનને રિલીઝ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મે ૧૦ દિવસમાં દુનિયાભરમાં ૪૫૦ કરોડની કમાણી કરી લીધી છે. તે જ સમયે, એવી ચર્ચા છે કે આ ફિલ્મ પહેલા ૫૦૦ કરોડથી વધુના બજેટમાં તૈયાર કરવામાં આવી હતી અને બાદમાં તેના  પર વધુ કામ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટીઝર રિલીઝ થયા પછી જ લોકોએ તેના વિઝ્‌યુઅલ્સ સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ મેકર્સે તેને સુધારવામાં ઘણો સમય અને ખર્ચ કર્યો હતો.

આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓ કે જેઓ ફિલ્મના વિવાદાસ્પદ સંવાદો અને ફિલ્મના મુખ્ય પાત્રોના દેખાવને કારણે ભારે પ્રતિક્રિયાનો સામનો કરી રહ્યા છે તેમણે છઠ્ઠા દિવસે સંવાદો બદલી નાખ્યા છે. ફિલ્મની ટીમે ફિલ્મમાં લંકા સળગાવતા પહેલા હનુમાનજીના પાત્ર બજરંગ બલી દ્વારા બોલાયેલા વિવાદાસ્પદ સંવાદની વીડિયો ક્લિપ રિલીઝ કરી છે. બદલાયેલા સંવાદમાં ‘બાપ’ શબ્દને બદલે ‘લંકા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આ ડાયલોગ બની ગયો છે ‘કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગ ભી તેરી લંકા કી ઔર જલેગી ભી તેરી લંકા કી’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.