Western Times News

Gujarati News

જેલમાં રહીને ઘણા ટેન્શનમાંથી હું પસાર થયો છુંઃ એજાઝ ખાન

એજાઝે આર્થર રોડ જેલને ૮૦૦ લોકોની ક્ષમતા સામે ૩૫૦૦ કેદીઓ સાથે વિશ્વની સૌથી વધુ ભીડવાળી જેલ ગણાવી

મુંબઈ, તાજેતરમાં આર્થર રોડ જેલમાંથી ડ્રગ્સ કેસમાં જામીન પર છૂટેલા અભિનેતા એજાઝ ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાના મુશ્કેલ દિવસો વિશે વાત કરી હતી. એજાઝે જણાવ્યું કે તે જેલમાં ડિપ્રેશનમાં ગયો હતો. અભિનેતા એજાઝ ખાન તાજેતરમાં ડ્રગ કેસમાં બે વર્ષની જેલની સજા બાદ આર્થર રોડ જેલમાંથી મુક્ત થયો હતો.

અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં જેલમાં વિતાવેલા સમય વિશે ખુલીને વાત કરી હતી. જાેકે તે તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. તેણે કહ્યું હતું કે તે ફક્ત તેના પરિવાર માટે જ જીવતો હતો.તેણે કહ્યું હતું કે તે જેલમાં રહીને ઘણા ટેન્શન અને ડિપ્રેશનમાંથી પસાર થયો હતો. તેણે શરૂઆતમાં તેના પુત્રને જેલમાં મળવાની ના પાડી હતી. તેણે એ પણ જણાવ્યું કે તે જેલમાં આ સમય દરમિયાન આર્યન ખાન અને રાજ કુન્દ્રા જેવા લોકોને મળ્યો હતો.

વર્ષ ૨૦૨૧ માં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ એજાઝ ખાનની ડ્રગ કેસમાં ધરપકડ કરી હતી. એજાઝની ધરપકડ બાદ તેણે દાવો કર્યો હતો કે તેની પાસે માત્ર ઊંઘની ગોળીઓ હતી. બે વર્ષ જેલમાં રહ્યા બાદ તાજેતરમાં એજાઝને જામીન મળ્યા હતા.

એજાઝે જણાવ્યું હતું કે ‘જેલની અંદરનો એક દિવસ એક વર્ષ જેવો લાગતો હતો.. હું તે વ્યક્તિ વિશે કંઈ કહેવા માંગતો નથી જેણે મારી વિરુદ્ધ કેસ કર્યો અને દુનિયા જાેઈ રહી છે કે તેની સાથે શું થઈ રહ્યું છે, હું તેને શુભેચ્છા પાઠવું છું. ચુકાદો સંભળાવતા પહેલા જ મને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આખરે મને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા, પરંતુ હું ૨૬ મહિના જેલમાં હતો અને હું મારું કામ ચૂકી ગયો અને મારો પુત્ર મોટો થઈ ગયો.

એજાઝ ખાન જેલમાં હતાશામાં ગયો હતો એજાઝે આર્થર રોડ જેલને ૮૦૦ લોકોની ક્ષમતા સામે ૩૫૦૦ કેદીઓ સાથે વિશ્વની સૌથી વધુ ભીડવાળી જેલ ગણાવી હતી. તેમણે કહ્યું, “૪૦૦ લોકો એક શૌચાલયમાં જાય છે. એ શૌચાલયની પરિસ્થિતિની કલ્પના કરો! હું તણાવ અને હતાશામાંથી પસાર થયો. તે મુશ્કેલ હતું પરંતુ મારે મારા પરિવાર માટે જીવવું હતું, જેમાં મારા ૮૫ વર્ષના પિતા, પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે.

એજાઝે વધુમાં કહ્યું કે હું રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, સંજય રાઉત, અરમાન કોહલી, આર્યન ખાન અને રાજ કુન્દ્રા સહિત જેલની અંદર ઘણા લોકોને મળ્યો હતો. હું નથી ઇચ્છતો કે તમારો દુશ્મન પણ આમાંથી પસાર થાય. મેં શરૂઆતમાં મારા પુત્રને મળવાનો ઇનકાર કર્યો હતો કારણ કે હું ઇચ્છતો નહોતો કે તે મને જેલમાં જુએ,

પરંતુ આખરે છ મહિના પછી હું તેને મળ્યો હતો કારણ કે હું ઇચ્છતો હતો કે તે મારી વાર્તા મારી સાથે શેર કરે અને વિશ્વ માટે મજબૂત બને. તેણે કહ્યું હતું કે તેણે પોતાના અનુભવ પર એક પુસ્તક લખ્યું છે જેના પર તે વેબ સિરીઝ બનાવવા માંગે છે.
એજાઝ ખાન બિગ બોસ ૭માં જાેવા મળ્યો હતો.

તેણે ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘પથ’થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને એકતા કપૂરના ટીવી શો ‘ક્યા હોગા નિમ્મો કા’ (૨૦૦૭)માં પણ કામ કર્યું હતું. તે ‘હમારે મહાભારત કી’, ‘કરમ અપના અપના’ અને ‘રહે તેરા આશીર્વાદ’ વાર્તામાં પણ જાેવા મળ્યો હતો. તેણે રિયાલિટી શો બોલિવૂડ ક્લબ પણ જીત્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.