Western Times News

Gujarati News

7 વીઘા જમીન પર સ્કીમ બાંધી બિલ્ડરે જમીન માલિક સાથે 28 કરોડની ઠગાઈ

પ્રતિકાત્મક

પેસીફીકા બિલ્ડર્સના એમડી સામે રૂા.ર૮ કરોડની ઠગાઈની અડાલજમાં ફરીયાદ

(એજન્સી) ગાંધીનગર, પેસીફીકા ડેવલપર્સ પ્રા.લીના મેનેજીગ ડાયરેકટર અને મનેેજર સામે રૂા.૧૮ કરોડની છેતરપિંડીની ફરીયાદ અડાલજમાં પોલીસ મથકમાં નોધાઈ છે. ખોરજમાં રૂા.૬૧ કરોડમાં સાત વીઘા જમીનનો સોદો કર્યાય બાદ ડેવલપર્સે ૪૮૦ મકાનની સ્કીમ બાંધી હતી. આ જમીન પેટે ફરીયાદીના રૂ.૩૩ કરોડ ચુકવ્યાય હતા. અને બાદમાં નફામાં ૪૦ ટકા હિસ્સો આપવામાં એમઓયુ કર્યા હતા.

તમામ મકાનો વેચાઈ ગયા બાદ બાકી રહેતા રૂ.ર૮.ર૧ કરોડ બે નફામાં હિસ્સો નહી અપાતા અડાલજ પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો.

સાયયન્સ સીટી રોડ ખાતે રહેતા તરૂણકુમાર દિનેશચંદ્ર પટેલે નોધાવેલી ફરીયાદ મુજબ તેમણે ગાંધીનગરના ખરોજમાં આવેલી સાત વીઘા જમીન પ્રહલાદભાઈ ગોપાલભાઈ પટેલ વગેરે પાસેથી વેચાણ રાખી હતી. ૧-૮-ર૦૧૧ના રોજ વેચાણ કાર થયો હતો. જેમાં પંદર માસ પછી દસ્તાવેજ કરવાનો ઉલ્લેખ હતો.

દરમ્યાન જમીન દલાલ કુતતા દેસાઈ અને ઉલ્લાસ ચાકોએઅ જમીન ખરીદવા માટે પાર્ટી તૈયાર હોવાનું કહીને પેસીફીકા ડેવલપર્સ લી.ના મેનેજર પરમેશ રમેશચંદ્ર શર્મા અને કંપનીના એમડી રાકેશ મોતીલાલ ઈસરાની સાથે મુલાકાત કરાવી હતી.
રાકેશ સાથે ફરીયાદીની મુલાકાત થઈ ત્યારે કૌશીક ઘનશ્યામભાઈ પટેલ અને અમીત ઈસરાની પણ હાજર હતા.

ખેડૂતો પાસેથી ઈરાની પણ હાજર હતા ખેડૂતો પાસેથી ખરીદેલી સર્વે નં.પ૩૦ની જમીન માટે રૂા.૬૧.ર૧ કરોડમાં વેચાણ કરવાનું નકકી કર્યું હતું. બાદમાં ૩૩ કરોડ ચુકવણી આપતાં જમીન વેચાણ આપનારા તરીકે મહેન્દ્રભાઈ કેશવલાલ પટેલ તથા અન્ય સાથે પેસીફીકા ડેવલપર્સના મેનેજીગ ડીરેકટર તરીકે રાકેશ મોતીલાલ ઈસરાનીએ બાનાખતનો કરાર કર્યો હતો. આ કરારમાં કન્ફમર્ગ પાર્ટી તરીકે તરૂણકુમાર દિનેશચંદ્ર પટેલનું નામ હતું.

ફરીયાદીએ જમીન એનએ કરાવ્યા બાદ રાકેશ ઈસરાનીએ કન્સ્ટ્રકશનનું કામ શરૂ કરવા કબજાે માગ્યોહતો. તરૂણકમારે બાકીનું પેમેન્ટ પુરું કરવાનું કહેતા પરમેશ શર્મા રાકેશ ઈસરાનીએ અને દ્વારકેશ ઈસરાનીએ ફલેટની સ્કીમમાં ૪૦ ટકા ભાગીદારી ઓફર કરી હતી.

ર૬-૯-ર૦૧૧ના રોજ નોટરાઈઝ પાર્ટનરશીપ એમઓઅયુ થયા હતા. ત્યારબાદ ડેવલપમેન્ટનો કરાર ખેડૂત મહેન્દ્રભાઈ કેશવલાલ પટેલ વગેરે પાસેથી લખાવી લેનાર તરીકે પેસીફીકા ડેવલપર્સના નામથી ફરીયાદીએ કરાવી આપ્યો હતો. જાેકે રૂા.ર૮-ર૧ કરોડની મુળ રકમ તેમ જ નફો નહી આપીને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ નોધાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.