Western Times News

Gujarati News

સુશાંત કેસમાં CBI પાસે પુરાવા હોવાનો દાવો

File

યોગ્ય કાર્યવાહીની ફડનવીસની ખાતરી ઃ સુશાંતના મૃત્યુ બાદ ચાહકો સતત અભિનેતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે

મુંબઈ,  દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી આ મામલે તપાસ ચાલી રહી છે. અભિનેતા ૧૪ જૂન ૨૦૨૦ના રોજ તેના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મૃત્યુ બાદ તેના ચાહકો સતત અભિનેતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.

તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર આ અંગે ટ્રેન્ડ ચલાવે છે. અભિનેતાના મૃત્યુ પહેલા તેની મેનેજર દિશા સાલિયને પણ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. હવે ત્રણ વર્ષ બાદ બંનેના મોત અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. હકીકતમાં હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે સુશાંતના કેસ વિશે વાત કરી છે.

તેણે કહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મોતના મામલામાં પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. તમામ પુરાવા એકત્ર થતાં જ અમે મામલાને ફરી આગળ વધારીશું. ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે લોકોએ કહ્યું કે અમારી પાસે આ કેસમાં આટલા બધા પુરાવા છે,

તો અમે કહ્યું કે પુરાવાઓ સબમિટ કરો, અમે તમારા પુરાવાઓની હકીકત તપાસીશું. જાે પુરાવા સાચા હશે તો આગળ વધીશું. અમે એવા લોકોને બોલાવ્યા છે જેમણે ગમે તેવો દાવો કર્યો છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલાક પુરાવા નોંધવામાં આવ્યા છે અને કેટલાક હજુ પણ ચાલુ છે. આવી સ્થિતિમાં, પરિણામો પર ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું છે.

સોશિયલ મીડિયા પર પણ આ અંગે વિવિધ પ્રકારની વાતો ચાલી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે ત્રણ વર્ષમાં પણ પ્રાથમિક પુરાવા એકત્ર થયા નથી. લોકો કહે છે કે આ માત્ર રાજકારણ છે. નોંધનીય છે કે સુશાંતના મૃત્યુ બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર અભિનેતાને ડ્રગ્સ આપવાનો આરોપ લાગ્યો હતો. આ પછી રિયા ચક્રવર્તીને જેલમાં પણ જવું પડ્યું હતું. આ સિવાય ડ્રગ્સ કેસમાં ઘણા સ્ટાર્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.