Western Times News

Gujarati News

ગુજરાતમાં ૨ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ

પ્રતિકાત્મક

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

(એજન્સી)અમદાવાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા પાંચ દિવસથી વરસાદ ગુજરાતે ધમરોળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વરસાદે માઝા મૂકી છે.

ત્યારે હવે ગુજરાતવાસીઓને ભારે વરસાદથી રાહત મળશે. વરસાદનું જાેર ઘટવાનું છે તેવુ હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડે અનુસાર, આજથી રાજ્યમાં વરસાદનું જાેર ક્રમશઃ ઘટશે. તો સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ છે. જેમાં છૂટો છવાયો વરસાદ રહેવાની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વરસાદનું જાેર ક્રમશઃ ઘટશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યેલો અલર્ટ છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, અને વલસાડમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં યેલો અલર્ટ છે.

આ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દમણ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. હાલમાં ગુજરાતમાં ૨ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેથી આ ભારે વરસાદ રહ્યો છે.

આગામી ૨ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે શનિવારે ગુજરાતના ૨૦૧ તાલુકામાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ ૯ ઈચ તો નવસારીના ખેરગામમાં ૮ ઈંચ વરસાદથી ચારેતરફ પાણી જ પાણી થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહની સીધી નજર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અમિત શાહે આ વિશે વાતચીત કરીને માહિતી મેળવી છે. ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિવાળા વિસ્તારને સંભવ તમામ મદદની ખાતરી આપી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્‌વીટ કરીને માહિતી આપી. પ્રભાવિત વિસ્તારમાં SDRF અને NDRF તૈનાત છે તેવું અમિત શાહે જણાવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.