Western Times News

Gujarati News

નેધરલેન્ડના ફુલ-પાક વિષય નિષ્ણાતે જમાલપુર ફૂલબજારની મૂલાકાત લીધી

MIDH યોજનાનાં ઇન્ડૉ ડચ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદની મુલાકાતે પધારેલા નેધરલેન્ડના ફુલપાક વિષય નિષ્ણાત શ્રી જોશ વાન મેગેલીન

જમાલપુર ફુલ બજાર, મીરોલી સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર સહિત ધોળકાના ભેટાવાડા ખાતે ગુલાબ, મોગરા તેમજ સ્પાઈડર લીલી જેવા ફુલોના ખેતરોની મુલાકાત લીધી

કેન્દ્ર સરકાર પુરસ્કૃત MIDH (Mission of Integrated Development for Horticulture) યોજનાનાં ઇન્ડૉ ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત શ્રી જોશ વાન મેગેલીન અમદાવાદના મહેમાન બન્યાં. તેમણે જમાલપુર ખાતે  ફુલ બજારની મુલાકાત લઈ બજાર વ્યવસ્થાપન તેમજ બજારમાં ઉપલબ્ધ વિવિધ ફૂલો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. A Flower-crop subject expert from the Netherlands visited the Jamalpur flower market

તેમની સાથે સંયુક્ત બાગાયત નિયામક મહેસાણા વિભાગના ડૉ. ફાલ્ગુન મોઢ, નાયબ બાગાયત નિયામક ગાંધીનગરના ડૉ . ફારુક પંજ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

ત્યારબાદ તેમણે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર, મીરોલીની મુલાકાત લઈને સ્થાનિક ખેડૂતો સાથે ફુલ પાકોના વાવેતર અંગે ચર્ચા, અવકાશ અને મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી.

આ ઉપરાંત, શ્રી જોશ વાન મેગેલીન દ્વારા  ધોળકા તાલુકાના ભેટાવાડા ગામ ખાતે ગુલાબ, મોગરા તેમજ સ્પાઈડર લીલી જેવા ફુલોના ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખેડૂતો સાથે ભવિષ્યમાં વિવિધ ફૂલ પાકોનું વાવેતર અંગેના આયોજનો, શક્યતાઓ,

વૈશ્વિક બજાર અંગેની શક્યતાઓ અને મૂલ્યવધૅન અંગેની શક્યતાઓ તેમજ ફુલ પાકોમાં આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમની સાથે કે.વી.કે.(કૃષિ વિકાસ કેન્દ્ર)અરણેજના વૈજ્ઞાનિક ડો. ગુલકરી તેમજ નાયબ બાગાયત નિયામક અમદાવાદ- આત્મા, ખેતીવાડી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.