Western Times News

Gujarati News

મહિલાઓના બ્યૂટી પાર્લરમાં જવા પર આ દેશમાં મૂકાયો પ્રતિબંધ

પ્રતિકાત્મક

કાબુલ, તાલિબાને એક મૌખિક આદેશમાં અફઘાનિસ્તાનના કાબુલ અને દેશભરના અન્ય પ્રાંતોમાં મહિલાઓના બ્યૂટી સલૂન પર પ્રતિબંધ મુક્યો છે. તાલિબાનના વાઇસ એન્ડ સદાચાર મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ આકિફ મહાજરે આ જાણકારી આપી છે.

તાલિબાનના વાઇસ એન્ડ સદાચાર મંત્રાલયે કાબુલ નગર પાલિકાને તાલિબાન નેતાના નવા આદેશ લાગુ કરવા અને મહિલાઓના બ્યૂટી પાર્લરના લાઇસન્સ રદ કરવાનો આદેશ કર્યો છે. મેકઅપ આર્ટિસ્ટ રેહાન મુબારિજે કહ્યું, “પુરૂષ બેરોજગાર છે,

જ્યારે પુરૂષ પોતાના પરિવારની દેખરેખ નથી કરી શકતા તો મહિલાઓએ રોટીની શોધમાં બ્યૂટી સલૂનમાં કામ કરવા માટે મજબૂર થવુ પડે છે, જાે તેમણએ ત્યાં પ્રતિબંધિત કરવામાં આવે તો અમે શું કરી શકીએ છીએ?

એક મેકઅપ આર્ટિસ્ટે કહ્યું, “જાે (પરિવારના) પુરૂષો પાસે નોકરી હશે તો અમે ઘરની બહાર નહી નીકળીયે. અમે શું કરી શકીએ છીએ? અમારે ભૂખ્યુ મરી જવુ જાેઇએ, અમારે શું કરવુ જાેઇએ? તમે ઇચ્છો તો અમે મરી જઇએ.”આવુ ત્યારે બન્યુ છે

જ્યારે ઇસ્લામિક અમીરાત (અફઘાનિસ્તાન) યુવતી અને મહિલાઓને સ્કૂલ, યૂનિવર્સિટી અને પ્રાઇવેટ સરકારી સંગઠનોમાં કામ કરવાની સાથે સાથે સાર્વજનિક ક્ષેત્રો જેવા કે પાર્ક, થિયેટર અને અન્ય મનોરંજન વિસ્તારમાં જવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

કાબુલના રહેવાસી અબ્દુલ ખબીરે કહ્યુ, “સરકારે તેની માટે રૂપરેખા બનાવવી જાેઇએ, રૂપરેખા આ રીતની હોવી જાેઇએ કે ના તો ઇસ્લામને નુકસાન થાય અને ના તો દેશને નુકસાન થાય.તાલિબાન દ્વારા અફઘાન યુવતીઓ અને મહિલાઓ પર પ્રતિબંધ લગાવવા પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બન્ને સ્તરો પર પ્રતિક્રિયાઓ શરૂ થઇ ગઇ છે. તાલિબાનના આદેશની ટિકા થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.