Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એજયુકેશન સ્વિટઝરલેન્ડમાં છે

નવીદિલ્હી, જયારે પણ વિદેશમાં ભણવાની વાત આવે ત્યારે ભારતીય લોકો કેનેડા, અમેરીકા ન્યુુઝીલેન્ડ, અને ઓસ્ટ્રેલીયાને પ્રાધાન્ય આપે છે.

પરંતુ ધીમે ધીમે હવે લોકોમાં અન્ય દેશોને લઈને પણ જાગૃતિ આવવા લાગી છે. અને કેટલાક લોકો ઉચ્ચતર અભ્યાસ માટે હવે સ્વિટઝલેન્ડની શૈક્ષણીક સંસ્થાઓ સ્વિશ્વભરમાં વિધાર્થીઓને ઉચ્ચ ગુણવત્તા યુકત શિક્ષણ પ્રદાન કરવાનો લાંબો ઈતિહાસ ધરાવે છે. અને ભવીષ્યમાં પણ આ વલણ ચાલુ રહેશે. તેવી સંભાવના છે.

સ્વિટઝરલેન્ડ શિક્ષણ માટે પસંદગીનું સ્થળ બની રહયું છે. ખાસ કરીને નાની ઉંમરના બાળકો માટે જેની પાછળ ઘણા બધા કારણો છે. સ્વીસ એજયુકેશન તેની ગુણવત્તા માટે ઓળખાણ છે. તે વિધાર્થીઓને પ્રેકટીકલ નોલેજ આપવા પર વધુ ભાર આપે છે.

ત્યાંની એજયુકેશન સીસ્ટમ વિધાથીઓને તેમના જીવન અને ફચુચર કરીયર માટે તૈયાર કરે છે. સ્ઝિટઝલેન્ડ એક સેફ અને સ્ટેબલ દેશ તરીકે ઓળખાય છે. જે માતાપિતા પોતાના બાળકોને તેમના ગ્રોથ માટે સીકયોર અને સપોર્ટીગ વાતાવરણ આપવા માંગતા હોય તેમના માટે આ દેશ માટે બેસ્ટ ઓપ્શન છે.

સ્વીટઝરલેન્ડમાં વિવિધ ભાષાઓ બોલવામાં આવે છે. આ દેશની કુલ ૪ ઓફીશીયલ લેન્ગેજીસ છે. જેમાં જર્મન ફ્રેન્ચ, ઈટાલીયન, અને રોમનનો સમાવેશ થાય છે. આ બહુ ભાષાવાદને કારણે વિધાર્થીઓ અલગ અલગ ભાષાઓનું જ્ઞાન અને વિવિધ કલ્ચરનું જ્ઞાન મળળે છે. સ્વિઝલેન્ડ તેની કુદરતી સુંદરતા અને સ્કીઈગ હાઈકીગ અને વોટર સ્પોર્ટસ સહીત આઉટડોરની મનોરંજનની તકો માટે જાણીતું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.