Western Times News

Gujarati News

સતત વધી રહ્યું છે પૃથ્વીનું તાપમાન: અત્યાર સુધીનો સૌથી ગરમ જૂન મહિનો

નવી દિલ્હી, આ પ્રથમ વખત છે જ્યારે વૈશ્વિક સરેરાશ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે. વૈજ્ઞાનિકો માને છે કે અલ નિનો કુદરતી હવામાન ઘટના અને માનવીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનનું મિશ્રણ ગરમીનું કારણ બની રહ્યું છે.

ગયા મહિને વિશ્વનો અત્યાર સુધીનો સૌથી ગરમ જૂન મહિનો હોવાનું પણ સમર્થન મળ્યું છે. વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટીના તાપમાનમાં વધારો થવાની ઘટનાને ‘અલ નિનો’ કહેવામાં આવે છે.

યુએસ નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શનના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ૩ જુલાઈના રોજ વિશ્વનું સરેરાશ તાપમાન ૧૭.૦૧ °સે પર પહોંચી ગયું હતું, જે ઓગસ્ટ ૨૦૧૬થી અત્યાર સુધીના ૧૬.૯૨ °ઝ્રના અગાઉના રેકોર્ડને તોડી નાખે છે. આ વર્ષની શરૂઆતથી જ સંશોધકો જમીન અને સમુદ્રમાં વધતા તાપમાનને લઈને ચિંતિત છે.

સ્પેન અને એશિયાના ઘણા દેશોએ ગરમીના રેકોર્ડ બનાવ્યા છે અને ઉત્તર સમુદ્ર જેવા સ્થળોએ હીટવેવનો અનુભવ થયો છે કે જ્યાં સામાન્ય રીતે ગરમી પડતી નથી. ચીન હાલમાં તીવ્ર હીટવેવનો સામનો કરી રહ્યું છે અને કેટલાક સ્થળોએ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે.

બીજી તરફ દક્ષિણ અમેરિકામાં પણ ગૂંગળામણની સ્થિતિ યથાવત છે. ૧૯૭૯માં સેટેલાઇટ મોનિટરિંગ રેકોર્ડ્‌સ શરૂ થયા પછી સોમવારનું તાપમાન સૌથી ગરમ હતું. નિષ્ણાતો માને છે કે ૧૯મી સદીના અંતમાં ઇન્સ્ટ્રૂમેન્ટલ રેકોર્ડ્‌સ શરૂ થયા પછી આ સૌથી વધુ હતું. સંશોધકો માને છે કે નવું મહત્તમ તાપમાન કુદરતી ઘટના અલ નીનો અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનનું સંયોજન છે.

સમાચાર અનુસાર આબોહવા સંશોધક લિયોન સિમોન્સે કહ્યું, ‘અમારી પાસે વિશ્વસનીય રેકોર્ડ મળ્યા બાદ પહેલીવાર સરેરાશ વૈશ્વિક સપાટીનું હવાનું તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.’ તેમણે કહ્યું કે હવે જ્યારે અલ નીનોનો ગરમ તબક્કો શરૂ થઈ રહ્યો છે, ત્યારે અમે આગામી ૧.૫ વર્ષમાં મોટા પાયે દૈનિક, માસિક અને વાર્ષિક રેકોર્ડ તૂટવાની આશા રાખીએ છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.