Western Times News

Gujarati News

દેશની સૌથી મોટી કેળાની મંડી

બુરહાનપુર, મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં દેશની સૌથી મોટું કેળાનું માર્કેટ આવેલું છે. અહીં દરરોજ કેળાની હરાજી થાય છે. તેમાં ખાસ વાત એ છે કે, આજ સુધી તમે ખરીદ-વેચાણના સમયે વિક્રેતા અને માલ સામે જાેયા હશે, પણ બુરહાનપુરની આ કેળા મંડીમાં ફક્ત ક્રેતા અને વિક્રેતા સામે રહે છે. માલ સામે નહીં રહેતો, પણ અહીં ખરીદી થાય છે.

કેળાની દેશ-વિદેશમાં સૌથી વધારે ડિમાન્ડ છે. અહીંના કેળા ખાડી દેશો સુધી પહોંચી રહ્યા છે. બુરહાનપુર જિલ્લાના ખેડૂતોના કેળાનો પાક સરળતાથી વેચાય છે. ખેડૂતો પોતાના પાકની હરાજી કરે છે. બોલી લાગતા વેપારીઓ ખરીદે છે. મંડીના માધ્યમથી ખેડૂતોના પાકની રકમ આપવામાં આવે છે, જેને લઈને ખેડૂતોએ પોતાનો પાક વેચવામાં સરળતા રહે છે. જિલ્લામાં ખેડૂત ૨૨૦૦ હેક્ટરમાં કેળાનો પાક ઉગાડે છે. અહીંના કેળાની ડિમાન્ડ દેશ વિદેશ અને બહારના રાજ્યોમાં વધારે રહે છે.

અહીંના કેળા ખૂબ જ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે. કેળાની લંબાઈ ૧૦ ઈંચ સુધીની હોય છે. દેશની સૌથી મોટી મંડીમાં કેળાના ભાવ ૧૮૦૦ રૂપિયાથી ૨૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જેનાથી ખેડૂતોના ચહેરા પર ખુશી જાેવા મળે છે. ખેડૂતોનું કહેવું છે કે, અમારા કેળાના પાકનો સારો એવો ભાવ મળી રહે છે.

પહેલા ખૂબ ઓછા ભાવે કેળા વેચાતા હતાં, પણ હવે એવું નથી. હવે પાકને સારો એવો ભાવ મળી રહે છે. રેણુકા કેળા મંડીમાં દરરોજ સૈકડોની સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ સામેલ થાય છે. અહીં બોલી લગાવવા પર કેળાની ગાડી ખરીદવામાં આવે છે. લગભગ ૨૦૦ ગાડી કેળા દરરોજ બુરહાનપુરથી દેશ વિદેશ અને અન્ય રાજ્યમાં જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.