Western Times News

Gujarati News

AI એ શોધી કાઢ્યું ભારતમાં ખોટા દસ્તાવેજોથી લેવાયેલા 40 લાખ સીમકાર્ડનું કૌભાંડ

ભારતમાં ૪૦.૮૭ લાખ સીમ માટે ખોટા દસ્તાવેજનો ઉપયોગ-સર્વેમાં કરાયેલા ખુલાસા મુજબ સમગ્ર ભારતમાં માત્ર ૧૫૭૫ ફ્રોડ પોઈન્ટ વિરુદ્ધ ૧૮૧ એફઆઈઆર દાખલ

નવી દિલ્હી,  હાલમાં આખી દુનિયામાં એઆઈટેકનીક વિશે ચર્ચાઓ થઈ રહી છે. એઆઈટેકનીકની ચર્ચા ભારત જ નહી પરંતુ સમગ્ર દુનિયામાં થઈ રહી છે. ભારત સહિત દુનિયાભરમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં એઆઈએ મોટી એચીવમેન્ટ મેળવી છે.

એક કેન્દ્રીય મંત્રાલય દ્વારા તાજેતરમાં થયેલા સર્વેમા રિપોર્ટ આવ્યો છે જેમાં મંત્રાલયના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સર્વેમાં ખુલાસો થયો છે કે અત્યાર સુધી ભારતમાં મૌજુદ ૮૭. ૮૫ કરોડ મોબાઈલ કનેક્શનને એનાલાઈઝ કરવામાં આવ્યા છે. જેમાથી ૪૦.૮૭ લાખમાં ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે.,

ભારતમાં કુલ ૧૩૧ કરોડ સબ્સક્રાઈબર છે જે ૨૨ લાઈસેંસ સર્કલમાં મૌજુદ છે. અત્યારે ફેસ-૧નું એનાલાઈજ કરવામાં આવ્યું છે. જેમા ૮૭.૮૫ કરોડ કનેક્શનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

એક માહિતી પ્રમાણે રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે આમા એએસટીઆરએડવાન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ સાથે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ૩૮ લાખ નંબર બંધ થઈ ગયા છે. એક આર્ટિફિશિયલ ઈન્ટેલીજેંસ એડ ફેશિયલ રિકોગ્રાઈજેશન સિસ્ટમ છે. જે ટેલિકોમ સિમ સબ્સક્રાઈબર માટે ઉપયોગ કરવામાં આવે છે. એઆઈસ્ટડીના પહેલા ફેસની સર્વિસમાં ખ્યાલ આવી શકે છે કે આ સિમ વેચવા માટે ૪૪,૫૮૨ સેલ્સ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા.

આ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરની સિમ વેચતા હતા. સ્ટડીમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશનના ૪૪,૫૮૨ પોઈન્ટને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે. અને અત્યારે સમગ્ર ભારતમાં માત્ર ૧૫૭૫ ફ્રોડ પોઈન્ટ વિરુદ્ધ ૧૮૧એફઆઈઆરદાખલ કરવામાં આવી છે. સ્ટડીમાં જમ્મુ તથા કાશ્મીરમાં ૧.૨૦ કરોડ મોબાઈલ કનેક્શનનું એનાલાઈઝ કરવામાં આવ્યું . અહી ૧૫૧૯૪ કનેક્શન ખોટા ડોક્યુમેન્ટ પર લેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.