Western Times News

Gujarati News

વિભૂતીની સાવકી બહેન ખરેખર તિવારીજીના પ્રેમમાં પડી જાય છે અને…

મનમોહન તિવારીનું “ભાભીજી ઘર પર હૈ”માં નવું પ્રેમ હિત!

વિજય લક્ષ્મી માલિયા, ઘણા બધા ટેલિવિઝન શો પર જોવા મળી છે. તે હવે એન્ડટીવી પર મજેદાર કોમેડી ભાભીજી ઘર પર હૈમાં જોડાઈ રહી છે. મર્યાદાનું પાત્ર મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) અને અંગૂરી (શુભાંગી અત્રે)ના વૈવાહિક જીવનમાં ઊથલપાથલ મચાવી દેશે.

શોમાં તેના પાત્ર વિશે વિગત આપતાં વિજય લક્ષ્મી માલિયા કહે છે, મર્યાદા વિભૂતિ (આસીફ શેખ)ની સાવકી બહેન છે. તે તેના સંપર્કમાં આવે છે અને પોતાને ભયંકર રોગ થયો હોવાની અને જીવનના ફક્ત ત્રણ દિવસ બાકી હોવાની માહિતી આપે છે. તે અસલી પ્રેમની ખોજ કર્યા વિના મરવા માગતી નથી અને તેથી વિભૂતિને અસલી પ્રેમ શોધી આપવા મદદ કરવા પૂછે છે.

વિભૂતિની વિનંતી પર મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) તેનું પ્રેમહિત બનવા માટે તૈયાર થઈ જાય છે. જોકે મર્યાદા ખરેખર તિવારીજીના પ્રેમમાં પડી જાય છે અને તેની સાથે પરણવાનો પ્રસ્તાવ મૂકે ત્યારે ખરેખર નવો વળાંક આવે છે.” તે ઉમેરે છે, મર્યાદા મેં પડદા પર ભજવેલી અન્ય ભૂમિકા જેવી છે.

તે સાઈકોટિક સ્વભાવ સાથેની વહાલી યુવતી છે. કલાકાર તરીકે મને પડકારજનક પાત્રો ભજવવાનું ગમે છે. જોકે આસીફ શેખ અને રોહિતાશ ગૌર જેવા અત્યંત પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવાનું હોવાથી આરંભમાં હું થોડી નર્વસ હતી. જોકે તેમણે મને બહુ આધાર આપ્યો અને મારું શ્રેષ્ઠતમ આપવા માટે સહાય કરી તે બદલ હું તેમની આભારી છું.

અત્યંત લોકપ્રિય ભાભીજી ઘર પર હૈમાં ભૂમિકા મળી તે માટે રોમાંચિત અભિનેત્રી કહે છે, હું પહેલી વાર કોમેડીમાં સાહસ ખેડી રહી છું અને ભાભીજી ઘર પર હૈના કલાકારો સાથે જોડાવા જેવી બીજી કોઈ ઉત્તમ તક નહીં હોઈ શકે. હું હંમેશાં શોની ચાહક રહી છું અને દરેક એપિસોડ જોયા છે.

આથી ભાભીજી ઘર પર હૈનો હિસ્સો બનવાનો મોકો મળ્યો તે મારે માટે સપનું સાકાર થવા જેવું છે. અંગૂરીનું પાત્ર મારું ફેવરીટ છે અને તે સહી પકડે હૈ જે રીતે બોલે છે તે મને બહુ ગમે છે. હું અસલ જીવનમાં મોટે ભાગે તકિયાકલામ ઉપયોગ કરું છું. તેને મળી તે અનુભવ અત્યંત અતુલનીય હતો. શોમાં મારા પાત્ર વિશે હું ભારે રોમાંચિત છું. ઉપરાંત આવા પ્રતિભાશાળી અને આધાર આપનારા કલાકારો સાથે કામ કરવાનો મોકો આશીર્વાદરૂપ છે, જે સંપૂર્ણ અનુભવને વધુ મનોરંજક બનાવે છે.” 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.