Western Times News

Gujarati News

રાજકુમાર હિરાની આમિર ખાન સાથે મળીને બનાવશે બાયોપિક ફિલ્મ

મુંબઈ, ફિલ્મ અભિનેતા આમિર ખાન છેલ્લા ઘણા સમયથી કોઈ ફિલ્મમાં જાેવા નથી મળ્યો. છેલ્લે તેની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા રિલીઝ થઈ હતી. જાેકે, બોક્સઑફિસ પર તે ફ્લોપ સાબિત થઈ હતી. ત્યારથી લઈ આજદિન સુધી આમિર ખાન ફિલ્મી દુનિયાથી થોડો દૂર છે. ત્યારે હવે તેના ફેન્સ પણ ફિલ્મી પડદે તેની રાહ જાેઈ રહ્યા છે. Rajkumar Hirani will make a biopic film with Aamir Khan

હવે સમાચાર એ સામે આવી રહ્યા છે કે, આમિર ખાન ટૂંક સમયમાં નવી ફિલ્મમાં જાેવા મળશે, જે એક બાયોપિક હશે. આમિર ખાનની આ પહેલાની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા ફ્લોપ થઈ ત્યારબાદથી જ તે ફિલ્મી દુનિયાથી દૂર છે. મીડિયા રિપોર્ટ્‌સના મતે, આમિર ખાન હવે એક બાયોપિક ફિલ્મમાં જાેવા મળશે. કારણ કે, તેણે આ ફિલ્મ કરવામાં રસ દાખવ્યો છે. ત્યારે આ ફિલ્મને રાજકુમાર હિરાની ડિરેક્ટ કરી શકે છે.

એટલે કે, થ્રી ઈડિયટ્‌સ, પીકે જેવી ફિલ્મો બાદ અભિનેતા અને નિર્દેશક ફરી એક ફિલ્મમાં જાેવા મળશે. આ સમાચાર સાંભળીને આમિર ખાનના ફેન્સમાં ખુશી જાેવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્‌સના મતે, આમિર ખાને આ નવા પ્રોજેક્ટને કરવાનું મન બનાવી લીધું છે. આ બાયોપિકનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે ૨૦૨૪થી શરૂ થશે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાની કરશે. જાેકે, અત્યારે તો તે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીના શૂટિંગમાં વ્યસ્ત છે.

શાહરૂખની આ ફિલ્મમાં તાપસી પન્નુ, વિક્કી કૌશલ પણ જાેવા મળશે. આ ફિલ્મ ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ના દિવસે થિએટરમાં રિલીઝ થશે. આપને જણાવી દઈએ કે, આમિર ખાન અને રાજકુમાર હિરાનીની જાેડી હંમેશા બોક્સઑફિસ પર હિટ સાબિત થઈ છે. બંનેએ વર્ષ ૨૦૦૯માં પહેલી વખત ૩ ઇડિયટ્‌સ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, જે સુપરડુપર હિટ ફિલ્મ સાબિત થઈ હતી. ત્યારબાદ બંનેએ પીકે ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.