Western Times News

Gujarati News

ગાંધીનગરમાં હવે ગંદકી ફેલાવનાર કે થુંકનારની ખેર નથી

પ્રતિકાત્મક

પબ્લિક હેલ્થ બાયલોઝ ગેઝેટમાં પ્રસિદ્ધ થયા, હવે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન પગલા ભરશે

ગાંધીનગર, ગાંધીનગર શહેરમાં હવે ગંદકી ફેલાવનાર કે થુંકનાર સામે કડક કાર્યવાહી થશે અને દંડ પણ ફટકારવામાં આવશે. પબ્લિક હેલ્થ બાયલોઝ ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ ચૂકયો છે., જેથી હવે શહેરને સુંદર રાખવામાં અવરોધ ઉભો કરનારા કોઈપણ વ્યક્તિ સામે ગાંધીનગર, મ્યુનિ. કોર્પોરેશન કડક પગલા ભરી શકશે અને બાબત ગંભીર જણાઈ આવશે તો દંડ પણ વસૂલ કરી શકશે.

આ અંગેની વિગતો એવી છે કે ગાંધીનગર શહેરમાં હેલ્થ, સેનીટેશન, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા સુદઢ બનાવવા તથા અસરકારક વ્યવસ્થાતંત્ર ઉભું કરવા હેલ્થ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના હાલના કાયદાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો

અને તેના આધારે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા પબ્લિક હેલ્થ બાયલોઝ-ર૦૧૭ ડે. સેક્રેટરી, ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે.

જે ગુજરાત ગર્વમેન્ટ ગેઝેટ-  Part-11(Ext.), Date. ૧૦.૦૬.૨૦૨૩થી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મુકી હવે તની કાર્યવાહીનો આરંભ શરૂ કરી દેવામાં આવ્યો છે.

તેના ભાગરૂપે હવે રોગવાહક સંવર્ધન (ઉછેર), કોઈપણ જાહેર કે ખાનગી સ્થળમાં કચરો નાખવા, ઠાલવવા, વાહનમાંથી જાહેર અથવા ખાનગી માર્ગો પર થૂંકવું કે કચરો ફેંકવો કે જમા કરવો, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશ, જાહેરમાં થુંકીને પ્રાણીઓ કે પંખીઓને ખવડાવીને, પેશાબ કરીને ઉપદ્રવ પેદા કરવું, કચરાનો ખુલ્લામાં દહન કરવું,

ઝીરો વેસ્ટ વિસ્તારમાં કચરો ઠાલવવો, બાંધકામના સ્થળોમાં રોગવાહકનો ઉછેર કે સંવર્ધન, બાંધકામ અને તોડી પાડવાના કચરાને બિન નિર્ધારિત સ્થળોએ જમા કરવા જેવા કૃત્યો સામે ગુના માટે સમાધાન ફી ઉપરાંત ગુનેગારે કરેલા ઉપદ્રવને દૂર કરવા જાેગવાઈ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.