Western Times News

Gujarati News

ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપવા પ્રધાનમંત્રી ગુજરાત આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮મી જુલાઈએ ગુજરાતની મુલાકાતે

(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ માસના અંતિમ સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવશે. ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયના કાર્યક્રમમાં હાજરી આપી શકે છે તેમજ રાજ્યના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાત મુર્હત કરશે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત સહિત દેશભરમાં જી-૨૦ના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન જી-૨૦ના કાર્યક્રમમાં હાજરી આપશે. આ સિવાય ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન મોદી ૨૮ જુલાઈએ એક દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર આવશે. આ સાથે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે તેમજ અન્ય પ્રોજેક્ટનું ખાત મુર્હત કરશે. આ ઉપરાંત ક્લાયમેટ ચેન્જ સંદર્ભના કાર્યક્રમાં પણ હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ફ્રાંસના પ્રવાસે છે.

પીએમ અહીં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા અને અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો. આ દરમિયાન પીએમએ પેરિસમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે ભારતની ધરતી પણ મોટા પરિવર્તનની સાક્ષી છે.

આજે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે નવી આશા અને નવી આશાઓથી ભરેલું છે. આ ઉપરાંત મોદીએ કહ્યું હતું કે ભારતના લોકતાંત્રિક મૂલ્યો સાથે મક્કમતાથી આગળ વધી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.