Western Times News

Gujarati News

અમરનાથ યાત્રામાં વડોદરાના યુવકનું અચાનક ઢળી પડ્યા બાદ મોત

વડોદરા, અમરનાથ યાત્રા શરુ થઈ ગઈ છે અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે. ખાસ કરીને ગુજરાતીઓ પણ અમરનાથ યાત્રાએ જતા હોય છે. આ દરમિયાન અકસ્માતની કેટલીક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમરનાથ યાત્રાએ ગયેલાં વડોદરાના યુવકનું મોત થયું હતું. A youth from Vadodara died after a sudden fall during the Amarnath Yatra

આ જુવાનજાેધ યુવકનું મોત થતા પરિવારમાં પણ ભારે શોક છવાયો છે. યુવક તેના મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયો હતો. આ દરમિયાન પહેલગામમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા દરમિયાન તે અચાનક ઢળી પડ્યો હતો. ત્યારે એવુ અનુમાન સેવવામાં આવી રહ્યું છે કે, હાર્ટ અટેકના કારણે યુવકનું મોત થયું છે.

જાે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને યુવકના મૃતદેહને વડોદરા પાછો લાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમરનાથ બાબાની યાત્રા શરુ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ આ યાત્રામાં પહોંચ્યા છે. ત્યારે અમરનાથ યાત્રા દરમિયાન કેટલાંક અકસ્માત, ઘટનાના કારણે શ્રદ્ધાળુઓના મોત થતા હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે.

ત્યારે વધુ એક આવી ઘટના બની છે કે જેમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયો હતો. ૩૩ વર્ષીય ગણેશ કદમ નામનો યુવક ૧૦ મિત્રોના ગ્રુપ સાથે અમરનાથ યાત્રાએ ગયો હતો. આ યાત્રા શરુ કરતા પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.

જેથી સાંજે તેઓ પહેલગામમાં રજિસ્ટ્રેશન માટે ઊભા હતા. એ સમયે ગણેશ કદમ અચાનક જ ઢળી પડ્યો હતો. આ દરમિયાન તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે ગણેશનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પરિવારમાં પણ હડકંપ મચી ગયો હતો. નાની ઉંમરે હાર્ટ અટેક આવ્યો હોવાનું હાલ અનુમાન સેવવામાં આવી રહ્યું છે. જાે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ સ્પષ્ટ કારણ જાણવા મળશે. મહત્વનું છે કે, ગણેશને બે ટિ્‌વન્સ બાળકો છે.

જેમણે માથા પરથી પિતાનો હાથ ગુમાવ્યો છે. અમરનાથ યાત્રાએ ગયાના બે દિવસમાં જ આ ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જાે કે, આ પહેલી ઘટના નથી કે કોઈ ગુજરાતની અમરનાથ યાત્રામાં મોત થયું હોય. સૂત્રોનું માનીએ તો યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં તેને બે વખત હાર્ટ અટેક આવ્યો હતો પરંતુ તે બચી ગયો હતો. ત્રીજાે હાર્ટ અટેક તેના માટે જીવલેણ સાબિત થયો હતો. મહત્વનું છે કે, છેલ્લાં એક અઠવાડિયામાં વિવિધ ઘટનામાં ત્રણ ગુજરાતીઓનાં મોત થયા છે. આ યાત્રા પહેલી જુલાઈના રોજથી શરુ થઈ હતી. ત્યારે ૧૫ લાખથી પણ વધુ ભક્તોએ અમરનાથ યાત્રા કરી ગુફામાં બાબા બરફાનીના દર્શન કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.