Western Times News

Gujarati News

સુરતમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યાઃ આંખોમાં બળતરાના કારણે લોકો હેરાન

પૈસા કમાવાની લ્હાયમાં લોકોના જીવ જાેખમમાં મૂક્યા

સુરત, સુરતમાં લોકોએ જનતા રેડી કરી છે. ઓઈલના ગોડાઉનમાં સ્થાનિકોએ રેડ કરી હતી. છેલ્લા બે મહિનાથી રાત્રી દરમ્યાન તીવ્ર દુર્ગંધ અને આંખોમાં બળતરાના કારણે લોકોએ હેરાન પરેશાન હતા. રાત્રી દરમ્યાન ગોડાઉન ધમધમતા ઝડપી પાડ્યું હતું. પોલીસ તેમજ જી.પી.સી.બી. વિભાગને જાણ કરવામાં આવી હતી.

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. અનેક વખત પોલીસ તેમજ સ્થાનિકો દ્વારા છાપેમારી કરવાના ઘટના સામે આવતી હોય છે. પરંતુ હજી કેટલાક કેમિકલ માફિયાઓ વધઉ પૈસા કમાવાની લ્હાયમાં લોકોને જીવ જાેખમમાં મુક્તા હોય છે.

ત્યારે વધુ એક વખત ગ્રામજનોએ છાપેમારી કરી ગેરકાયદેસર રીતે ધમધમતા ઓઈલના ગોડાઉનનો પર્દાફાશ કર્યાે છે. માંગરોળના લિંડિયાત ગ્રામજનો છેલ્લા બે મહિનાથી રાત્રી દરમિયાન તીવ્ર દુર્ગંધ તેમજ આંખોમાં થતા બળતરાના કારણે હેરાન પરેશાન હતા. તીવ્ર દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.

ત્યારે ગતરોજ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ફરીથી તીવ્ર દુર્ગંધ આવતા તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક શંકાસ્પદ બંધ હાલતમાં ગોડાઉન મળી આવ્યું હતું. કોઈને શંકા જાય તે માટે ગોડાઉનની ચારેય તરફ ઉંચી દીવાલો બનાવી કોર્ડન કરવામાં આવ્યું હતું.

સ્થાનિકોએ હેમખેમ પ્રકારે ગોડાઉનમાં પહોંચા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અને પોલીસ તેમજ જી.પી.સી.બી. વિભાગને જાણ કરવામાં આવી હતી.

મહત્ત્વનું છે કે ગોડાઉન અંદર જ્યારે પ્રવેશ કર્યાે ત્યારે ગોડાઉનમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. તેમજ માટેી માત્રામાં ઓઇલનો જથ્થો પણ મળી આવ્યો હતો. ગોડાઉનમાં અંદર એક અંદર ગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી હતી.

જેના અંદર વિવિધ પ્રકારના ઓઈલ ભેગા કરીને એક અલગ પ્રકારનું ઓઈલ બનાવવામાં આવતું હતું. જ્યારે મીડિયાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ગોડાઉન સંચાલક સ્થળ પર મળી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.