Western Times News

Gujarati News

ગાડીના સાયલેન્સરોની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા

વઢવાણ, સુરેન્દ્રનગરમાં લખતર રોડ, લીબડી રોડ, રતનપરના આદીત્ય પાર્ક સહીતના વિસ્તારોમાં કારના સાયલેન્સર ચોરતી ગેગગ વિરૂધ્ધ ફરીયાદો ઉઠતા પોલીસ સક્રીય બની હતી

અને પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ અને બાતમીના આધારી શ્રધ્ધા હોટલ પાસે રહેતા સલીમશા ઈસુબશા દીવાન અઅને ધોળકાના વશીમશા ફકીરને ઝડપી લીધા હતા. પોલીસે બંને શખ્સોની આકરી પુછતાછ કરતા સુરેન્દ્રનગરમાંથી રર કારમાંથી સાયલેન્સરની ચોરી કર્યાની કબુકલાત આપી હતી.

પોલીસની વધુ તપાસમાં આ ચોરીમાં ધોળકાના મફતીયાપરામાં રહેતા લતીફ હાજીશા ફકીર, ધોળકાના બાબુ વેપારી ધોળકાના બેકા ટેકરી પાસે રહેતા કમરુદીન ઉર્ફે લાલો મહેબુબમીયાય મીરની સંડોવણી ખુલતા શોધખોળ શરૂ કરી હતી.

હાથફેરોઃ નારી કેન્દ્ર રોડ પર રામેશ્વરનગરમાં નિલેષ મહેશ્વરીના મકાનમાં ભાડો રહેતા અને મુળ ભિલોડા ગામના અને પીજીવીસીએલ સર્કલ ઓફીસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા બ્રીજેશ વાલજીભાઈ ભગોરાના બંધ મકાનમાં તસ્કરો ખાબકયા હતા અને કબાટમાંથી બે સોનાની બંગડી બે વીટી બુટી

અને કાનની સર સહીત રૂા.૧.૭પ લાખની મતાનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં બ્રીજેશ ભગોરા મકાન બંધ કરી બે દિવસ રજામાં વતન ગગયા હતા ત્યારે તસ્કરો બારીના સળીયા તોડી અંદર પ્રવેશી ચોરી કરી નાસી છુટયા હતા. પોલીસે બ્રીજેશ ભગોરાની ફરીયાદ પરથી ગુનો નોધ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.