Western Times News

Gujarati News

દ્વારકામાં NDRFની ટીમ તૈનાત: ભારે વરસાદની આગાહી

ગુજરાત સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી -ગુજરાતના રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરાનગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી, દેશભરમાં વરસાદનું જાેર જાેવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. તેવામાં મેઘતાંડવ રવિવારે પણ યથાવત રહ્યો હતો. મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૫ દિવસ દરમિયાન ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદના કારણે આખું ગામ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું. મુંબઈમાં પણ ભારે વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રવિવાર માટે પણ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં લોકોએ આજે સાવચેતી રાખવાની જરૂર રહેશે. ૨૩મી જુલાઈના રોજ મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે રવિવાર માટે મહારાષ્ટ્રના પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હિમાચલ પ્રદેશ માટે ૨૫ જુલાઈ સુધીના દિવસો ભારે છે. આ સમય દરમિયાન લોકોને પણ સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાખંડમાં રવિવારથી આગામી ૪ દિવસ સુધી વરસાદ પડશે.

હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઇ આગાહી જાહેર કરી છે.રાજ્યમાં આગામી ૨૪ કલાક વરસાદનું જાેર યથાવત રહેશે, અને આવનારા બે દિવસ અતિભારે વરસાદ રહેવાની ધારણા છે.સારી બાબત એ છે કે બે દિવસ બાદ વરસાદનું જાેર ઘટશે.

આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે.આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.

નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ, અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે ,હાલ મોન્સૂન ટ્રફ ડીસા ઉપર હોવાથી વરસાદ રહેશે ,આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ,આવતી કાલે મહેસાણા. બનાસકાંઠા. સાબરકાંઠા. દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ. ગાંધીનગર.

એવલ્લી. નવસારી વલસાડ અને જૂનાગઢ ગીર સોમનાથ માં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટમાં શનિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહી રહી છે.

જેના કારણે રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં બીજી વખત ઘોડાપૂર આવ્યું છે. રાજ્યમાં મેઘરાજા કહેર મચાવી રહ્યાં છે. જ્યાં રાજ્યના અનેક જિલ્લાઓમાં તબાહી જાેવા મળી છે. ત્યાં સુરતમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સુરતના કિમ, કરંજ, કિમ ચાર રસ્તા, લીમોદરા, હરિયાલ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

તો આ તરફ કિમ-માંડવી રાજ્ય ધોરી માર્ગ તેમજ કીમ ચાર રસ્તા નજીક પાણી ભરાયા છે તો રાજ્ય ધોરી માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ભારે વરસાદના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. આ બાજુ જૂનાગઢમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા રાયજીબાગ પણ મકાનો પાણીમાં ગરકાવ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.