Western Times News

Gujarati News

નવસારીમાં પૂર જેવી પરિસ્થિતિમાં પોલીસ બાળકોની મદદે આવી હતી

નવસારીમાં પૂર જેવી પરિસ્થિતિમાં બાળકો જેવા શાળાએથી છૂટ્યા કે ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેથી નવસારી પોલીસ બાળકોની મદદે આવી હતી

ભારે વરસાદ વચ્ચે શાળાએથી છૂટ્યા બાળકો, પોલીસે આપ્યો આશરો

નવસારી, કુદરતી આફતનો કહેર એ કોઈપણ શહેર માટે મોટી મુસીબત લાવતો હોય છે. પરંતુ આ આફતની વચ્ચે નિઃસહાય અને ફસાયેલા લોકોની મદદ કરવી એ દરેકની ફરજ છે. આવા સંજાેગોમાં દરેક જણ ઓછા વત્તા અંશે લોકોની મદદ કરતા હોય છે. Navsari police came to the aid of children in a flood-like situation

ત્યારે નવસારીમાં પૂર જેવી પરિસ્થિતિમાં શાળાએથી છૂટેલા બાળકોના મદદે નવસારી પોલીસ આવી હતી. નવસારીમાં દે માર વરસાદને કારણે જેપુર જેવી પરિસ્થિતિ સર્જાયા હતી. મહત્વનું છે કે આ પૂર જેવી સ્થિતિની સંભાવના પહેલા તંત્ર દ્વારા આગોતરી જાણ ને પગલે શાળાઓમાંથી રજા આપવામાં આવી હતી.

પરંતુ શાળાઓથી જેવી રજા પડી અને બાળકો ઘરે પહોંચવાના હતા. એટલામાં જ જાેરદાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદમાં નવસારી શહેરમાં નદીઓ વહેતી હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. એવામાં નવાસારી ટાઉન પોલીસ દ્વારા શાળાએથી છૂટેલા બાળકોને પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં આવ્યો હતો.

લોકોના મનમાં એવું હશે કે પોલીસ ફક્ત આરોપીઓને પકડવાનું કે ગુના નોંધીને ક્રાઈમ થાડે પાડવાનું કામ કરે છે. પરંતુ નહીં કારણ કે આ ગુજરાત પોલીસ છે જે ફરજ સાથે માનવ ધર્મ નિભાવવામાં આગળ હોય છે. નવસારી પોલીસે શાળાએથી છૂટેલા બાળકોને ન માત્ર આશરો જ આપ્યો હતો. સાથોસાથ તેઓ જ્યાં સુધી ઘરે ન પહોંચ્યા ત્યાં સુધી તેઓની દેખભાળ પણ રાખી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.