Western Times News

Gujarati News

બાયડ નજીક ઝાડ પર લટકતી હાલતમાં યુવક યુવતિની લાશ મળી

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના નડિયાદ મોડાસા હાઇવે પર વૈષ્ણવદેવી મંદિર નજીકના અને કચરાની ડમ્પીંગ સાઈડ ડીપ વિસ્તારમાં આવેલા ઝાડ પર યુવક યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી
વહેલી સવારે રોડ પરથી પસારથતાં રાહદારીઓએ લાશ જાેતાં પોલીસને જાણ કરાઇ હતી

ઘટનાની જાણ થતાં બાયડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યારે ઘટનાની જાણ લોકો વચ્ચે વહેતી થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઓળખ સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ઘટનાની તપાસ કરતા મૃતકો પતિ પત્ની હોવાનું બહાર આવ્યું હતું

જ્યારે બાયડ પોલીસે મૃતકોની ઓળખ મેળવી પતિ નું નામ અર્જુનભાઈ મનોજભાઈ લુહાર તેમજ પત્નીનું નામ કોમલબેન અર્જુનભાઈ લુહાર હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે પ્રાથમિક તપાસમાં બાયડ – ગાબટ રોડ નજીક આવેલ રામજી મંદિર પાસે રહેતા હતા અને મૂળ કપડવંજ ના વડાલી ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું

પતિ પત્ની મજૂરી કામ કરતા હતા મજૂરી કામ કરતા પતિ પત્નીએ આર્થિક તંગી કે કયા સંજાેગોમાં સજાેડે જીવન ટૂંકાવ્યું તેનું કોઈ રહસ્ય જાણવા મળ્યું નથી બાયડ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.