Western Times News

Gujarati News

કાંકરીયા કાર્નીવલમાં લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટનું લોકાર્પણ થશે

સી.જી.રોડના ચાર  સ્ટ્રેપનું પણ કાર્નીવલ દરમ્યાન લોકાર્પણ થાય તેવી શકયતા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ર૦૦૮ની સાલથી કાંકરીયા પરિસરમાં કાર્નીવલનું આયોજન કરવામાં આવે છે.
વર્ષના છેલ્લા સપ્તાહમાં યોજાતા કાંકરીયા કાર્નીવલના પ્રથમ દિવસે મનપા દ્વારા પ્રજાલક્ષી કામોના ખાતમુર્હુત કે લોકાર્પણ કરવામાં આવે છે. આગામી કાંકરીયા કાર્નીવલના પ્રથમ દિવસે મ્યુનિ. કમીશ્નરના ડ્રીમ-પ્રોજેકટ લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ અને સી.જી.રોડનું લોકાર્પણ કરવામાં આવશે.

મ્યુનિ.કોર્પોરેશને એક વર્ષ પહેલા લો-ગાર્ડન ખાણીપીણી બજાર ને તોડી પાડયું હતું. શહેરીજનો અને ખાણીપીણી ના વેપારીઓની રજુઆતને ધ્યાનમાં લઈ તે જ સ્થળે ફરીથી બજાર ડેવલપ કરવામાં આવ્યું છે.

જેને “હેપ્પી સ્ટ્રીટ” નામ આપવામાં આવ્યું છે. જે પરંપરાગત ખાણી-પીણી બજારથી અલગ રહેશે. મ્યુનિ. કોર્પોરેશને હેપ્પી સ્ટ્રીટમાં ૪ર ફુડ-સ્ટોલ તૈયાર કર્યા છે.
સાંજે ૦૬ વાગ્યાથી રાત્રે એક વાગ્યા સુધી લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં ખાણીપીણી બજાર કાર્યરત રહેશે. હેપ્પી સ્ટ્રીટમાં કાયમી કોર્ટ તૈયાર કરવામાં આવ્યું નથી. વેપારીઓ “ઓન હીલ” સ્ટોલ તૈયાર કરવાના રહેશે. હેપ્પી સ્ટ્રીટનું કામ લગભગ પૂર્ણતા ના આરે હોવાથી ફૂડ ઓન વ્હીલ સ્વેલ માટે ટેન્ડર કમ એકશન જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૩૧ પાર્ટીઓને ટેન્ડર ભર્યા હતા.

જે પૈકી પાંચ ટેન્ડર રદબાતલ કરવામાં આવ્યા હતા.મ્યુનિ. કોર્પોરેશને ૪ર ફૂડવાન માટે ૧ર૬ ટેન્ડરને માન્ય કર્યા હતા. જેમાં નવ ફૂડવાન માટે કોઈપણ પાર્ટીએ રસ લીધો નથી. જયારે બાકી ફુડવાન માટે હરાજી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં સૌથી મોટી જગ્યા માટે રૂ.૧.૬૭ લાખ, “ બી” ગ્રેડની જગ્યા માટે રૂ.૯૩ હજાર તથા સૌથી નાની જગ્યા માટે રૂ.પ૧ હજાર સુધીના ભાવ મળ્યા છે.  મોટી ફુડવાન માં રૂ.૯૦ હજાર ટાઈપ-બી ની ફુડવાન માટે રૂ.૩૦ હજાર, ટાઈપ-સી માટે રૂ.૩૦ હજાર તથા ટાઈપ ડી માટે રૂ.ર૦ હજાર બેઝ-પ્રાઈસ રાખવામાં આવી હતી.

માટે ૩૧, ટાઈપ બી માટે ૦૮, ટાઈપ સી માટે ૦૧ તથા ટાઈપ ડી માટે ૦ર ઓકશન પ્રક્રિયા કરી હતી. જે ટેન્ડરોએ ઉંચા ભાવ ભર્યા છે. તેમને બે વર્ષ માટે લાયસન્સ આપવામાં આવ્યા છે. ત્યારબાદ વધુ ત્રણ વર્ષ માટેની મુદત વધારી આપવામાં આવશે. ફૂડવાન થી તંત્રને દર વર્ષે રૂ.૩.૮૪ કરોડની આવક થશે. હેપ્પી સ્ટ્રીટમાં દિવસના સમયગાળા દરમ્યાન બંને તરફ પાર્કીગ વ્યવસ્થા રહેશે. જયારે સાંજે ૬ વાગ્યા બાદ એક તરફ પાર્કીગ ઉપલબ્ધ રહેશે.

કાંકરીયા કાર્નીવલમાં ફુઢ સ્ટ્રીટની સાથે સી.જી.રોડનું પણ લોકાર્પણ કરવામાં આવશે. સી.જી.રોડના પાંચ સ્ટ્રેચ પૈકી ચાર સ્ટ્રેચ તૈયાર થઈ ગયા છે. જેનું લોકાર્પણ કાર્નીવલમાં થશે. પંચવટી સર્કલથી પરીમલ ગાર્ડન સ્ટ્રોમનું લોકાર્પણ કરવામાં આવશે. પરીમલ ગાર્ડન પાસે લેફટટર્નમાં મોટી ફૂટપાથ બનાવવામાં આવી છે. જેને દૂર કરવામાં આવશે.

તેમજ ખુબ ડીઝાઈનમાં આ પ્રકારે અન્ય ચાર સ્થળે ફૂટપાથ રાખવામાં આવી હતી. જેમાં સુધારો કરવામાં આવશે. ન્યુ.સી.જી.રોડ પર પાંચ સ્ટ્રોમમાં અંદાજે ૪૦૦ મીટર નું નવીનીકરણ કરવામાં આવશે. જે પૈકી લગભગ ૧૮૦૦ મીટરનું કામ પૂર્ણ થયું છે. નવા સી.જી.રોડ પર પાર્કીગની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ પેડેસ્ટ્રીપન માટે પણ અલગ કોરીડોર તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટ્રેપ નં.-૪નું કામ ચાલી રહયું છે. તેમ છતાં ટ્રાફિક અવર-જવર ને કોઈ જ અસર થશે નહીં તેમ સુત્રો એ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.