Western Times News

Gujarati News

ઝઘડીયા GIDCને જાેડાતા માર્ગો બાબતે CMને રજુઆત છતાં નિરાકરણ નહીં

File

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)(પ્રતિનિધિ) , ઝઘડીયા જીઆઇડીસી ને જાેડાતા વિવિધ માર્ગો બાબતે સી.એમ ને રૂબરૂ રજુઆત છતાં નિરાકરણ નહીં આવતા ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરોમાં કચવાટ જાેવા મળી રહ્યો છે.ઝઘડીયાના ગુમાનદેવ ખાતે સી.એમ કાર્યક્રમમાં ઉપસ્થિત સમયે ઝધડીયા એસોસિયેશન દ્વારા લેખિત

અને મૌખિક રજૂઆત બાદ સી.એમ સૂચના બાદ પણ નિરાકરણ નહીં આવ્યું નથી ઔદ્યોગિક હબ એવા ભરૂચ જિલ્લો આજે દેશ દુનિયામાં કાઠું કાઢી રહ્યા છે.દેશ અને રાજ્યમાં અગ્રીમ રહેલા એક્ષપોર્ટના મામલે ભરૂચ જીલ્લામાં મલ્ટીનેશનલ ઔદ્યોગિક ધરાવતા ઝઘડીયા જીઆઈડીસી ખાતે પ્રવેશતા ૪ માર્ગના ખસ્તા હાલ ને લઇ સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ રૂંધાઇ રહ્યો છે.

જે બિસ્માર માર્ગ અંગે ૩ મહિના પૂર્વે રાજ્યના સી.એમ ભુપેન્દ્ર પટેલ ઝગડીયાના ગુમાનદેવ ખાતે એક જાહેર કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે ઝઘડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ સહીત સભ્યો સી.એમ તમામ બિસ્માર માર્ગ અંગે અવગત કરાવી લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હતી.

જે બાદ સી.એમ દ્વારા માર્ગ અને મકાન વિભાગને જરૂરી સૂચના પણ આપી હતી એટલું જ નહિ. જીઆઇડીસીને જાેડતા ચાર માર્ગના ખસ્તા હાલ બાબતે આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિને પણ રૂબરૂ અને લેખિત રજુઆત કરી હતી. આદિજાતિ મંત્રી દ્વારા ૯ મે ના રોજ સંબંધિત વિભાગની માર્ગ બાબત નિયમોનુસાર કાર્યવાહીનું તાકીદ કરી હતી.

આજે છેલ્લા મહિનાઓ વીતી જવા છતાં હજુ સુધી રોડની કોઈ કામગીરી કરાઈ નથી. આ વચ્ચે વરસાદને લઇ માર્ગોના વધુ ખસ્તા હાલ થઈ રહ્યા છે.છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં હોય એમ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા તેની અસર ઝગડીયા ઉદ્યોગોને પડી રહી છે.

ઝઘડિયા ઉદ્યોગ મંડળ દ્વારા ૪ મે ના રોજ સાગબારા ફાટક વાયા નવાગામ કરારવેલ થી ઝઘડીયા જીઆઈડીસી સુધી નો માર્ગ , નેશનલ હાઈવે નંબર ૪૮ થી ખરચી -સરદારપુરા ગામ થઈને ઝઘડીયા જીઆઇડીસી સુધીનો માર્ગ,બોરોસિલ રિન્યુએબલ થી વાયા કપલસાડી , ફૂલવાડી થી ઝઘડીયા જીઆઇડીસી સુધીનો માર્ગ, ધારોલી રોડ -સાગબારા ફાટક થી ઝઘડીયા જીઆઇડીસી કચેરી સુધીના માર્ગ અને રજૂઆત કરી હતી જે બાદ આજે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.

ઝઘડીયા જીઆઈડીસીમાં જતા તમામ માર્ગો બિસ્માર બનતા ઔદ્યોગિક વસાહતમાં આવાગમન કરતા ટ્રાન્સપોર્ટના વાહનો ખચકાટ અનુભવી રહ્યા છે.જીઆઈડીસીમાં જતા તમામ બિસ્માર માર્ગને લઈ વાહન નુકશાન થવાની સાથે સાથે અકસ્માતની ભીતિ વધી રહી છે.જેને લઈ ઈંધણના વ્યય અને વાહનોના નુકશાનીને લઈ વાહનો આવા ગમનમા ઘટાડો થઈ રહ્યો છે જેને લઇ તેની અસર ઉદ્યોગોના ઉત્પાદન પર અને આયાત-નિકાસ પર પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.