Western Times News

Gujarati News

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભરૂચ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતભરના શિવભક્તો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન આવતા હોય છે જેમાં અધિક માસમાં વિશેષ લોકોની સંખ્યા જાેવા મળી હતી.

અધિક માસના પ્રથમ સોમવારે હજારોની સંખ્યામાં શિવ ભક્તોમાં નર્મદામાં સ્નાન કરી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય નાજ થી મંદિર પરિસર ગુજી ઉઠ્‌યો હતો. સાવલી વાળા સ્વામીજીએ ૧૨ માસમાં મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું હતું.

ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નર્મદા નદીના કિનારે અનેક કોતરો આવેલી છે જેમાં એક કોતર પર અનેક સાધુ-સંતો અને પરિક્રમા વાસીઓએ દૂર દૂરથી આવીને આશરો સ્થાન મેળવ્યા હોય છે.આ સ્થાનમાં નર્મદાના પ્રકૃતિક સૌંદર્ય અને બંને તરફથી આવતા પવિત્ર જરના મિલન સ્થાન તરીકે પણ જાણીતું છે.

સાથે જ અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે પણ આ સ્થળ મહત્વનું છે.ત્યારે આ સ્થળની પવિત્રતા થી આકર્ષિત થઈ પરમ પૂજ્ય યોગીરાજ યાગ્નિનિકજી એ આ પવિત્ર સ્થળ પર આ વિકાસ અંગે એક વિકાસ અંગે એક ટ્રસ્ટની રચના કરી હતી પરંતુ તેમનું નિઘન થયું હતું.

ત્યાર બાદ તેમના અધૂરા રહેલા કામને પૂર્ણ કરવા માટે વર્ષ ૧૯૮૧ માં અખાત્રીજના પાવન દિવસે પરમ પૂજ્ય સંત સ્વામી સાવલી વાળા મહારાજના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલયનું ખાતમુર્હત થયું હતું આ વિશાળ શિવાલય નું નિર્માણ કે જે આજે નીલકંઠેશ્વર મહાદેવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરે છે

તે માત્ર ૧૨ માસના જ સમય દરમિયાન સાકાર કરવામાં આવ્યું હતું? ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર દિવસે નીલકંઠેશ્વર ભુવનનું ખાતમુરત કરવામાં આવ્યું હતું તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.

પરિક્રમાવાસીઓ માટે આદર્શ સ્થાન નર્મદા માતાની પરિક્રમાવાસીઓની સંખ્યા દિનભર વધી રહી છે.પરિક્રમાવાસીઓ તેમની પરિક્રમા દરમ્યાન હસતા મોઢે અને ભક્તિમાં લીન રહી અનેક તકલીફો સહન કરતા હોય છે.

તેવા સમયે પરિક્રમાવાસીઓના આશરો સ્થાન માટે નીલકંઠેશ્વર મહાદેવનું સ્થાન ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયું છે એક અંદાજ મુજબ વર્ષમાં હજારો પરિક્રમા વાસીઓ આ મંદિર ખાતે રોકાણ રોકાતા હોય છે.

નર્મદા પરિક્રમા માટે નીકળેલા તમામ પરિક્રમાવાસીઓની નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રહેવાની અને જમવાની સુવિધાની નિઃશુલ્ક મંદિર પરિષદ દ્વારા આપવામાં આવતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.