Western Times News

Gujarati News

5 કરોડના ખર્ચે તૈયાર થયેલો અંકલેશ્વરનો સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક વરસાદી પાણીમાં ધોવાયો

હલકી ગુણવત્તાને પગલે પેવર બ્લોકની કામગીરી સામે બોર્ડ મીટીંગ તોફાની બને તેવા એંધાણ

(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વરમાં શહેરીજનોના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે બનાવેલ સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ભારે વરસાદને પગલે પાણીમાં ધોવાઈ જતા વિપક્ષે હલકી ગુણવત્તાને પગલે પેવર બ્લોક બેસી ગયા હોવાના આક્ષેપ કર્યા હતા.

ગત ૯ જાન્યુઆરીના રોજ અંકલેશ્વર નગર પાલિકા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખાસ આયોજન હાથ ધરાયુ હતું. નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામ તળાવના બ્યુટીફિકેશન માટે જિલ્લા આયોજનની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલ કામનું ૮૫ ટકા કામ,પાલિકા દ્વારા લાઇટિંગ,ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં વોક વે સાથે લોકોને પ્રથમ વિનામૂલ્યે એન્ટ્રી આપવા,

સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું છે. નાના બાળકો માટે રમત-ગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવ્યા છે.સાથે લોકો કસરત કરી શકે તે માટે પણ અહીં તેઓના જીમના સાધનો મુકવા સહીત એક્યુપ્રેશર વોક વે પણ બનાવવામાં આવ્યો છે.

આ સ્વર્ણિમ લેકવ્યુ પાર્કનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કર્યાને ૬ મહિનામાં જ તેનું ખસતા હાલ જાેવા મળી રહ્યા છે. હાલમાં ખાબકેલ ભારે વરસાદને પગલે આ પાર્કમાં આવેલ પેવર બ્લોક બેસી જવા સાથે દીવાલોમાં તિરાડ પડી ગઈ છે.જેને પગલે વિપક્ષે હલકી ગુણવત્તા લઈ આગામી બોર્ડ મીટીંગ ઉગ્ર રજૂઆત કરવા સાથે જવાબદાર કોન્ટ્રાક્ટ તેમજ અધિકારી સામે પગલા ભરવા માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.