Western Times News

Gujarati News

હૈદરાબાદમાં પ્રભાસ પાસે છે ૮૦ કરોડ રૂપિયાનો બંગલો

મુંબઈ, અભિનેતા પ્રભાસની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી, પરંતુ હજુ પણ તેની પાસે ઘણી મોટા બજેટની ફિલ્મો છે. એક્ટર પ્રભાસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. બાહુબલી મૂવીએ તેને માત્ર દેશમાં જ નહી પરંતુ વિશ્વભરમાં લોકપ્રિયતા અપાવી છે. Prabhas has a bungalow worth Rs 80 crore in Hyderabad

તાજેતરમાં તેની કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નથી. તાજેતરમાં આદિપુરુષ ફિલ્મ વિવાદનો ભોગ બની હતી. આ પહેલા પણ કેટલીક ફિલ્મો સારુ પ્રદર્શન કરી શકી ન હતી. જાેકે તે પછી પણ પ્રભાસની ડિમાન્ડ ઓછી થઈ નથી. હજુ પણ તેની પાસે મોટા બજેટની ઘણી ફિલ્મો છે. કહેવાય છે કે પ્રભાસે આદિપુરુષ માટે ૧૨૦ કરોડ રૂપિયાની ફી લીધી હતી. અત્યારે પ્રભાસની બે ફિલ્મો આગામી એક-બે વર્ષમાં આવવાની છે, સાલર અને પ્રોજેક્ટ કે.

આ બંને મોટા બજેટની ફિલ્મો છે અને પ્રભાસે બંને માટે લગભગ ૧૦૦-૧૦૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. બાહુબલી પ્રભાસની ફિલ્મો સિવાય તે પોતાના જીવનમાં ઘણી લક્ઝરી પ્રોપર્ટીનો માલિક છે. અભિનેતા પાસે હૈદરાબાદના પ્રખ્યાત જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં કરોડોની કિંમતનો લક્ઝરી બંગલો છે. રિપોર્ટ અનુસાર, પ્રભાસે હૈદરાબાદના જુબિલી હિલ્સમાં સ્થિત બંગલો ૬૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે તેની કિંમત ૮૦-૮૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

પ્રભાસ પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. તેની પાસે લેમ્બોર્ગિની, રોલ્સ રોયસ અને જગુઆર લેન્ડ રોવર જેવી મોંઘી કાર છે.પ્રભાસ વધુ ફિલ્મો કરતો નથી. પરંતુ તેની નેટવર્થ ઓછી નથી. એક રિપોર્ટ અનુસાર, એક્ટર પ્રભાસ લગભગ ૨૫૦ કરોડ રૂપિયાનો માલિક છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.