Western Times News

Gujarati News

રાજેશ ખન્નાની દીકરી રિંકીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈ, રાજેશ ખન્ના બોલિવૂડના સુપરસ્ટાર હતા. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે લાઈન લગાવતા હતા. જાે કે રાજેશ ખન્નાને જે સ્ટારડમ મળ્યું હતું, તે તેમની દીકરીઓને ન મળી શક્યું એ અફસોસની વાત છે. ખાસ કરીને રાજેશ ખન્નાની નાની દીકરી રિંકી ખન્નાની કરિયર બોલિવૂડમાં ખરાબ રીતે ફ્લોપ રહી હતી. Rajesh Khanna’s daughter Rinki celebrated her birthday

આજે દિવંગત અભિનેતા રાજેશ ખન્ના અને ડિમ્પલ કંપાડિયાની નાની દીકરી રિંકી ખન્ના તેનો ૪૬મો જન્મદિવસ ઉજવી રહી છે. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા તેમની મોટી દીકરી ટિ્‌વંકલ ખન્નાના જન્મ પર ખૂબ જ ખુશ હતા. રાજેશ ખન્ના ટિ્‌વંકલ પર પોતાનું જીવ ન્યોછાવર કરતાં હતા. એક્ટરે પોતાની મોટી દીકરીની આંખમાં આંસુ પણ આવવા દીધા નહોતા, પરંતુ જ્યારે રાજેશ અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી રિંકી ખન્નાનો જન્મ થયો ત્યારે વાત ઘણી અલગ હતી.

રાજેશ ખન્ના પણ પોતાની નાની દીકરીનું નામ રાખવાનું ભૂલી ગયા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા બાદ ડિમ્પલ ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી. તેણીએ રાજેશ ખન્નાની પસંદગી મુજબ જીવન જીવવાનું શરૂ કર્યું, જાેકે તેણી ઈચ્છતી હતી કે તે ફિલ્મોમાં કામ કરે. ઘણા ફિલ્મ નિર્માતાઓએ પણ તેમનો સંપર્ક કર્યો પરંતુ રાજેશ ખન્ના આ માટે તૈયાર ન હતા. લગ્નના ત્રીજા વર્ષે ડિમ્પલ તણાવમાં રહેવા લાગી હતી અને આ દરમિયાન તે બીજી વખત ગર્ભવતી બની હતી.

રાજેશ ખન્નાને આશા હતી કે તેમને બીજી વખત પુત્ર થશે. પરંતુ ૨૪ જુલાઈ ૧૯૭૭ના રોજ ડિમ્પલે બીજી દીકરીને જન્મ આપ્યો. પુત્રની અપેક્ષા રાખતા રાજેશ ખન્નાને જ્યારે બીજી પુત્રી મળી ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા. ફિલ્મ જર્નાલિસ્ટ ઈન્ગ્રીડ અલ્બુકર્કના જણાવ્યા અનુસાર રાજેશ ખન્નાએ કેટલાંક મહિનાઓથી તેમની બીજી દીકરીનો ચહેરો પણ બરાબર જાેયો ન હતો.

આ કારણે તે પોતાની દીકરીનું નામ પણ રાખવાનું ભૂલી ગયા હતા. જાેકે પાછળથી દીકરીનું નામ રિંકી ખન્ના રાખવામાં આવ્યું હતું. રાજેશ ખન્નાની બાયોગ્રાફી ‘રાજેશ ખન્ના ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઈન્ડિયાઝ ફર્સ્ટ સુપરસ્ટાર’ના લેખક અને પત્રકાર યાસિર ઉસ્માને લખ્યું છે કે રાજેશ ખન્ના બીજી વખત પુત્ર ન થવાથી પરેશાન રહેતા હતા. પરંતુ પાછળથી નાની રિંકીની તોફાન અને નિર્દોષતા જાેઈને તેનું હૃદય સ્પર્શી ગયું અને પછી તેણે રિંકીને દિલથી અપનાવી લીધી.

રાજેશ ખન્ના માટે તેમની બંને રાજકુમારીઓ તેમના હૃદયનો ટુકડો બની ગઈ હતી. તેઓ બંનેને ખૂબ પ્રેમ કરતાં હતા. કહેવાય છે કે તેમના પિતા રાજેશ ખન્નાના અંતિમ સમયમાં રિંકી ખન્ના તેમના સૌથી નજીક હતી અને તેમણે તેમની સંપૂર્ણ કાળજી પણ લીધી હતી.

રિંકી ખન્નાના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો તેણે ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’થી બોલિવૂડમાં ધમાકેદાર ધૂમ મચાવી હતી. આ પછી તે જીસ દેશ મેં ગંગા રહેતા હૈ અને મુઝે કુછ કહેના હૈ જેવી કેટલીક અન્ય ફિલ્મોમાં જાેવા મળી, પરંતુ તેની કારકિર્દી ફ્લોપ રહી. અભિનેત્રીએ ‘ચમેલી’ પછી અભિનયને અલવિદા કહી દીધું હતું.

રિંકે વર્ષ ૨૦૦૩માં બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રી તેના પતિ અને પુત્રી નૌમિકા સાથે લંડનમાં રહે છે. થોડા સમય પહેલા નૌમિકાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.