Western Times News

Gujarati News

દ. કોરિયાના મ્યુઝિક ફેસ્ટિવલમાં મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજે મચાવશે ધૂમ

અમદાવાદ, નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ કે જ્યાં શાળામાં તાલીમ લેતા અને સંસ્થા સાથે જાેડાયેલ મનો દિવ્યાંગ બાળકોના આર્ટ,ડાન્સ, મ્યુઝિક,સ્પોર્ટ્‌સમાં રહેલા ટેલેન્ટને જાણીને તેને પર્ફોર્મન્સ માટે દેશ-વિદેશમાં લઈ જવા માં આવે છે. Kongo player Parth Birje will make a splash at Korea’s music festival

તાજેતરમાં એંજલિના નામની દીકરીને સ્પેશિયલ ઓલમ્પિકમાં વર્લ્ડ સમર ગેમમાં બર્લિન ખાતે સ્કેટિંગ રમતમાં ભાગ લેવા ગઈ હતી. અને સિલ્વર મેડલ જીતી તેણે દેશનું નામ રોશન કર્યું હતું.

આગામી તા. ૧ થી ૬ ઓગસ્ટ દરમિયાન સ્પેશિયલ ઓલમ્પિક કોરિયા દ્વારા યોજાનાર ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટ ફેસ્ટિવલમાં ભારતભરમાંથી આવેલ ૧૦ એન્ટ્રીઓ માંથી એક માત્ર નવજીવન સાથે જાેડાયેલ વિદ્યાર્થી અને કોંગોપ્લેયર શ્રી પાર્થ બીરજેની પસંદગી થયેલ છે.

તેમની સાથે સંસ્થાના સંચાલક શ્રી નિલેશ પંચાલ પણ દક્ષિણ કોરિયા જશે. ૯ દેશોના મ્યુઝિક પ્લેયર કે જેઓ મનોદિવ્યાંગતા ધરાવે છે.તેમનો આ ફેસ્ટિવલ છે પાર્થ બિરજેને તાલીમ તેના પિતાશ્રી દેવેશ બિરજે વર્ષોથી આપી રહ્યા છે અને હરીફાઈ લક્ષી તાલીમ હાલ સંચાલક શ્રી નિલેશ પંચાલ ના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. ટેલેન્ટેડ મનોદિવ્યાંગ લાભાર્થીઓ ના ટેલેન્ટને દેશ-વિદેશમાં રજુ કરવાનો સિલસિલો આ મુજબ ચાલતો રહેશે એવો નવજીવન નાં ટ્રસ્ટીઓને વિશ્વાસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.