Western Times News

Gujarati News

ઈસરોએ એક સાથે લોન્ચ કર્યા સાત ઉપગ્રહો

(એજન્સી)નવી દિલ્હી, મિશન ચંદ્રયાન-૩ બાદ અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતે વધુ એક મોટી છલાંગ લગાવી છે. ભારતની આ સફળતાના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યાં છે. અંતરિક્ષ ક્ષેત્રે સંશોધન કરતા ભારતીય સંસ્થાન ઈસરોએ એક સાથે ૭ ઉપગ્રહો અવકાશમાં છોડીને સ્પેસ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે એક નવી ઉંચાઈ હાંસલ કરી લીધી છે. PSLV-C56 carrying Seven satellites of Singapore.

દુનિયાભરના દેશોની નજર હાલ ભારત પર છે. ઇસરોએ પોતાની સફળતાના ગૌરવને આગળ વધારતા અવકાશની દુનિયામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ઈસરોએ એક સાથે ૭ ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે. આ તમામ ઉપગ્રહોને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યા હતા.

સિંગાપોરથી સાત ઉપગ્રહોના સફળ પ્રક્ષેપણ સાથે, ઈસરોએ આ વર્ષે તેનું ત્રીજું વ્યાવસાયિક પ્રક્ષેપણ પૂર્ણ કર્યું છે. ઇસરો એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દિવસેને દિવસે સફળતાના નવા આયામો લખી રહી છે. દરેક દિવસ નવી સફળતાને સ્પર્શે છે.

મંગળથી લઈને ચંદ્ર સુધી દરેક જગ્યાએ ઈસરોના પગના નિશાન છે અને આજે ઈસરોએ વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ઈસરોએ સફળતાના ગૌરવને આગળ વધારીને અવકાશની દુનિયામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે અને આ સફળતા છે એક સાથે ૭ ઉપગ્રહોને અવકાશમાં છોડવાની.

તમામ ઉપગ્રહોને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યા હતા. સિંગાપોરથી સાત ઉપગ્રહોના સફળ પ્રક્ષેપણ સાથે, ઈસરોએ આ વર્ષે તેનું ત્રીજું વ્યાવસાયિક પ્રક્ષેપણ પૂર્ણ કર્યું છે. ઈસરોએ ૧૯૯૯થી અત્યાર સુધીમાં ૩૬ દેશોમાંથી ૪૩૧ વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે. આ પહેલા ઇસરોએ બે સફળ કોમર્શિયલ લોન્ચિંગ કર્યું છે. આ વર્ષે માર્ચમાં એલવીએમ૩ રોકેટના ૩૬ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.