Western Times News

Gujarati News

વિશ્વમાં ઈતિહાસનો સૌથી ગરમ મહિનો જુલાઈ રહ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેન પણ કહે છે કે, આટલી તીવ્ર ગરમી ચિંતાનો વિષય છે.

નવી દિલ્હી,દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઘણી વખત જુલાઈ મહિના સુધી ભારે ગરમીનો અનુભવ થતો જાેવા મળ્યો છે પરંતુ આ વખતે ખાસ આ વિસ્તારોમાં ભારે ગરમીનો પ્રકોપ જાેવા મળ્યો નથી પરંતુ આ વખતે વિશ્વના ઠંડા રહેતા વિસ્તારોને આ ભારે ગરમીની ઝપેટમાં આવી ગયા છે.

જેના કારણે આ વર્ષે જુલાઈ મહિનો અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી ગરમ રહ્યો છે. આ મહિનો પૂરો હજુ પૂરો નથી થયો પરંતુ તે પહેલા જ તેને અત્યાર સુધીની સૌથી ગરમ જુલાઈની ઉપાધી મળી ગઈ છે. સમગ્ર વિશ્વમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેના કારણે ઉત્તર અમેરિકા, ચીન અને યુરોપ જેવા દેશોમાં ઓછી ગરમી વાળા વિસ્તારો ખરાબ હાલતમાં છે.

ઘણી જગ્યાએ તાપમાન ૫૦ ડિગ્રીની નજીક પહોંચી જતાં લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન પણ થયા હતા. તેની અસર લોકોના આરોગ્ય પર પણ પડી છે અને લોકો બીમાર પડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. વૈજ્ઞાનિકો અનુસાર, લાંબા સમયથી ક્લાઈમેટ ચેન્જની ચેતવણી આપવામાં આવી રહી હતી, પરંતુ હવે તે આપણી નજર સામે આવી ગયું છે.

પ્રકૃતિમાં ભયાનક ફેરફારોના કારણે આ પરિણામ ભોગવાનો વારો આવી ગયો છે. વિશ્વ હવામાન સંસ્થા સાથે જાેડાયેલા એક નિષ્ણાતએ કહ્યું કે, આ પ્રકારનું ક્લાઈમેટ ચેન્જ પ્રત્યેનું વલણ ચિંતાનો વિષય છે. પરંતુ હવે એવું લાગે છે કે તેનાથી બચવું મુશ્કેલ બનશે અને આવનારા વર્ષોમાં આવી જ તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે.

વૈશ્વિક સરેરાશ તાપમાન પણ ઝડપથી વધી રહ્યું છે. આનું પરિણામ એ છે કે, ઠંડા વિસ્તારોમાં પણ ગરમીનું મોજું ચાલી રહ્યું છે. નિષ્ણાત અનુસાર, આ એક એલાર્મ છે અને આપણે જાગૃત રહેવું જાેઈએ અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે પ્રયત્નો શરૂ કરવા જાેઈએ.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ કહ્યું કે, વિશ્વભરમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. આપણે ક્લાઈમેટ ચેન્જની વાસ્તવિકતાને સમજવી પડશે, નહીં તો આપત્તિજનક દ્રશ્યોની શરૂઆત થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેન પણ કહે છે કે, આટલી તીવ્ર ગરમી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે તેની અસર આર્થિક ગતિવિધિઓ પર પણ પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.