Western Times News

Gujarati News

ફરિયાદો કરીને કંટાળેલા શખ્સે સાપ લઈને અધિકારીના ટેબલ પર છોડી મુક્યો

હૈદરાબાદ, આ તસવીર હૈદરાબાદના નગર નિગમ ઓફિસની છે. જ્યાં ફરિયાદ નહીં સાંભળતા એક શખ્સે ઓફિસરના ટેબલ પર સાંપ છોડી મુક્યો હતો. આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આમ તો હાલના દિવસોમાં હૈદરાબાદમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. એટલા માટે જીવજંતુઓનો ખતરો રહે છે. ત્યારે આવા સમયે લોકોએ વિચાર્યું કે, વરસાદના કારણે સાંપ નીકળી આવ્યો હશે.

એક વ્યક્તિએ પોતાની ફરિયાદને લઈને અધિકારીઓની ઉદાસીનતાથી નારાજગી વ્યક્ત કરતા ગ્રેટર હૈદરાબાદ નગર નિગમના વોર્ડ કાર્યાલયમાં કથિત રીતે એક સાંપ છોડી મુક્યો.

કહેવાય છે કે જે અધિકારીના ટેબલ પર સાપ છોડ્યો હતો, તેને આ શખ્સે જાતે પકડ્યો હતો. આ સાપ તેના ઘરમાં નીકળ્યો હતો. બાદમાં તે તેને લઈને મંગળવારે અલવાલમાં જીએચએમસી વોર્ડની ઓફિસમાં લઈને આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં સાપ એક ટેબલ પર દેખાઈ રહ્યો છે અને એક વ્યક્તિને એવું કહેતા સાંભળી શકાય છે કે, અનેક ફરિયાદ આપી હતી. જાે કે, આ મામલો હજૂ સ્પષ્ટ નથી કે તેની ફરિયાદ શું હતી? સાપ જાેઈને ઓફિસમાં અફરાતફરી મચી ગઈ હતી.

લોકો બહાર નીકળી ભાગવા લાગ્યા હતા. જાે કે સાપે કોઈને નુકસાન પહોંચાડ્યું નહોતું. બાદમાં સાપને પકડી લેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી હૈદરાબાદમાં થઈ રહેલા વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે. તેનાથી કીડા-મકોડા નીકળી રહ્યા છે. ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે કહ્યું કે, આજકાલમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને કોંકણ તથા ગોવામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.