Western Times News

Gujarati News

ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનમાં ફાયરિંગ થતાં ૪ લોકોના મોત

મુંબઈ,  જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી. તે સમયે મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન નજીકથી પસાર થતી ટ્રેનમાં RPFના જવાને ફાયરીંગ કર્યુ હતું.

મરનારા લોકોમાં એક RPFનો ASI સહિત ૩ યાત્રી પણ હતા. આરપીએફના કોન્સ્ટેબલ ચેતને જ આ બધાને ગોળી મારી છે. ગોળીબારની ઘટના વાપીથી બોરીવલી મીરા રોડ સ્ટેશનની વચ્ચે થઈ હતી. મીરા રોડ બોરીવલીની વચ્ચે જીઆરપી મુંબઈના જવાનોએ કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી છે.

વાપી-સુરતની વચ્ચે ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થતાં ૪ લોકોના મોત થઈ ગયા છે. જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં ફાયરિંગ થતાં હડકંપ મચી ગયો હતો. ગુજરાતના વાપીથી મુંબઈ તરફ જતી ટ્રેનમાં આરપીએફ જવાન ચેતન સિંહે ફાયરિંગ કર્યું હતું.

તેણે પોતાની જ રાઈફલથી ગોળીબાર કર્યો હતો. હાલમાં એ જાણવા નથી મળ્યું કે, આરોપીએ કેમ આવું કર્યું અને ગોળીઓ ચલાવી. સારી વાત એ છે કે, ગોળીબારમાં વધુ લોકોને નુકસાન નથી થયું. જેવી ટ્રેન ચાલુ થઈ કે ટ્રેનમાં ગોળીબાર થતાં હડકંપ મચી ગયો છે. હાલમાં પોલીસે ટ્રેન યાત્રીઓના નિવેદન નોંધી લીધા છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

પશ્ચિમ રેલવેએ આ સંબંધમાં એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવાયું છે કે, પાલઘર સ્ટેશન પાર કર્યા બાદ એક આરપીએફ કોન્સ્ટેબલે જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કરી દીધો હતો. તેણે એક આરપીએફ એએસઆઈ અને ત્રણ અન્ય પેસેન્જરને ગોળી મારી દીધી હતી. દહિસર સ્ટેશન નજીક ટ્રેનમાંથી બહાર કૂદી ગયો હતો. આરોપી સિપાહીને હથિયાર સહિત ધરપકડ કરી લીધો છે.

કોચમાં બનેલી ફાયરિંગની ઘટના કઈ રીતે બની તે મામલે હવે મુસાફરોની પૂછપરછ કરવામાં આવી શકે છે. આ ઘટના બનવા પાછળનું કારણ શું છે તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રેલવે તથા સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસમાં મહત્વના ખુલાસા થઈ શકે છે. ફાયરિંગ બાદ આરોપીએ ભાગવાની કોશિશ કરી હોવાની વિગતો પણ મળી રહી છે. જાેકે, તેને પકડી લઈને પોલીસે તપાસ શરુ કરી છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા RPFના ASI સહિત ત્રણ મુસાફરોના મૃતદેહ બોરીવલી સ્ટેશન પર ઉતારીને પોસ્ટમોર્ટમ સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ધડાધડ ફાયરિંગ ચાલુ ટ્રેનમાં કરાયું જેમાં નિર્દોષ મુસાફરોના મોત થયા હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. ચેતન અને ASI ટીકા રામ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હોવાની વિગતો પણ મળી રહી છે.

જાેકે, આ પછી આરોપી ચેતન વધુ આવેગમાં આવી જતા તેણે ફાયરિંગ કરી દીધું હતું. જેમાં ASI ટીકા રામ સહિત ત્રણ મુસાફરોના મોત થઈ ગયા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મીરા રોડ પર બનેલી આ ફાયરિંગની ઘટના વહેલી સવારે બની છે જેના કારણે ઘણાં સવાલો ઉઠી રહ્યા છે.

આ મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે. મૃત્યુ પામેલા મુસાફરો ક્યાં જઈ રહ્યા હતા અને તેમની આ ફાયરિંગની ઘટનામાં કોઈ ભૂમિકા હતી કે તેઓ મામલો શાંત પાડવા માટે વચ્ચે પડ્યા હતા તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.