Western Times News

Gujarati News

ગુરુગ્રામમાં તોફાનો થતાં શાળા-કોલેજાે બંધ: કલમ-૧૪૪ લાગુ

અર્ધલશ્કરી દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવીઃ તોફાનીઓ સામે કડક કાર્યવાહી

ચંદિગઢ, હરિયાણામાં સોમવારે વીએચપીની રેલી ઉપર કરવામાં આવેલાં હિંસક હુમલા બાદ રાજ્યભરમાં તંગદિલી ફેલાઈ છે. હરિયાણામાં નૂહમાં સોમવારે થયેલા તોફાનના પગલે કફ્ર્યુ લાદી દેવામાં આવ્યો છે અને અર્ધલશ્કરી દળોની કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.

ચોંકાવનારી બાબત એ છે કે, નૂહ પછી આજે ગુરુગ્રામમાં પણ હિંસક તોફાન થયાં છે જેના પગલે સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને છ જિલ્લામાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.

હરિયાણાના નૂહમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણને લઈને વહીવટીતંત્ર એલર્ટ પર છે. તણાવને ધ્યાનમાં રાખીને જિલ્લા ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારે સાંજે કલમ ૧૪૪ લાગુ કરી દીધી હતી. બીજી તરફ આ હિંસાને પગલે ફરીદાબાદમાં શાળા-કોલેજાે બંધ રાખવાનો ર્નિણય લીધો છે. આ સાથે જ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

હરિયાણાના નૂહમાં બ્રજમંડલ યાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ હવે અર્ધલશ્કરી દળની બટાલિયન તૈનાત કરવામાં આવી છે. નૂહની હાલતને ધ્યાનમાં રાખીને કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ સાથે ગુરુગ્રામ, ફરીદાબાદ અને પલવલ જિલ્લામાં શાળાઓ, કોલેજાે, કોચિંગ સેન્ટરોમાં બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક સંસ્થાઓને આ આદેશોનું ગંભીરતાથી પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે, સાંપ્રદાયિક રીતે તંગ નૂહ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હરિયાણા પોલીસની ભારે તૈનાતી ઉપરાંત અર્ધલશ્કરી દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

વિજે મીડિયાને કહ્યું, “ત્યાં પર્યાપ્ત દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે. અમે કેન્દ્ર સાથે પણ વાત કરી છે. અમે શાંતિ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મેવાત ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.

અર્ધલશ્કરી દળોની ત્રણ કંપનીઓને તણાવગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે.નૂહ જિલ્લામાં ધાર્મિક સરઘસ દરમિયાન કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો અને કારને આગ ચાંપી દીધી હતી જે બાદ હિંસા થઈ હતી. આ હિંસાને ધ્યાને રાખીને સરકારે નૂહમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ આવતીકાલ સુધી બંધ કરી દીધી છે.

મોબાઈલ ફોન પર વોટ્‌સએપ, ફેસબુક ટ્‌વીટર જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખોટી માહિતી અને અફવાઓને ફેલાતો અટકાવવા માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.