Western Times News

Gujarati News

કરોડોના બોગસ બિલિંગ કેસમાં ૬ દિવસમાં ૬ કૌભાંડીની ધરપકડ

(એજન્સી)અમદાવાદ, જીએસટીનો અમલ શરૂ થયો ત્યારથી ગુજરાત સહીત દેશભરમાં બોગસ બીલ બનાવી ખોટીઈનપુટ ટેક્ષ ક્રેડીટ લેવાના કૌભાંડ ચાલી રહયા છે. બોગસ બીલીગ કૌભાંડ ગુજરાત દેશમાં અવવલ છે. ત્યારે જ ડાયરેકટર જનરલ ઓફ GST ઈન્ટેલીજન્સ ડીજીજીઆઈની ટીમે રૂા.૧૭૦૩ કરોડના બોગસ બિલીગ કાભાંડની તપાસમાં છ દિવસમાં છ કૌભાંડીને રાજકોટ અને અમદાવાદથી ઝડપી લીધા છે.

આ કૌભાંડીઓએ ૩૦૬ બોગસ કંપનીઓ બનાવી છે. ૧૭૦૩ કરોડના બોગસ બીલ જનરેટ કરી રૂ.ર૮૮કરોડની બોગસ ઈનપુટ ટેક ક્રેડીટ મેળવી લીધી હતી. તપાસ અધિકારીઓએ પ્રાથમીક તપાસમાં રૂ.૪.૮પ કરોડ કબજજે લીધા છે. હજુ આ તપાસમાં કૌભાંડનો આંક વધવાની અઅને મોટા માણસોની સંડોવણી છતી થાય તેવી સંભાવના છે.

હાલ ગુજરાતમાં સ્ટેટ જીએસટી દ્વારા પ૦ હજાર કરોડ કરતાં વધુના બોગસ બીલીગ કૌભાંડોની તપાસ ચાલી રહી છે. ત્યારે જ ડીજીજીઆઈના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે, કેટલાક લોકોએ સાથે મળીને કરોડોના બોગસ બીલ જનરેટ કર્યા છે.

અમદાવાદ અને રાજકોટના છ કૌભાંડીએ ૩૦૬ બોગસ કંપનીઓના રજીસ્ટ્રેશન કરાવી દીધા હતા. તેના આઅધારે તેઓ અસ્તિત્વમાં જ નહોય તેવી કંપનીઓના નામે બીલો જનરેટ કરી દીધા હતા. આ કૌભાંડીઓએ ચોકકસ સમય દરમ્યાન ૧૭૦૩ કરોડના બોગસ બીલો જનરેટ કરી ખોટી રીતે ર૮૮ કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવી લીધી હતી.

અધિકારીઓએ આવા કૌભાંડીઓના ઘર અને ઓફીસ ઘર દરોડા પાડીને ઘણા વાંધાજનક દસ્તાવેજાે પણ મેળવી લીધા હતા. અધિકારીઓ પ્રાથમીક તપાસ દરમ્યાન ડોકયુમેન્ટ ઉપરાંત ડીજીટલ ડેટા પણ કબજે કર્યા છે. સાથે સાથે ૪.૮પ કરોડની વસુલાત પણ કરી લીધી છે.

DGII એકશનમાં આવતાં આ કૌભાંડ સાથે સંકળાયેલા કૌભાંડીઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે. કૌભાંડમાં જીએસટીના કોઈ અધિકારીઓની સડોવણી કે માર્ગદર્શન છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. તપાસ દરમ્યાન જે બેક એકાઉન્ટસની વિગતો મળી છે. તેના આધારે પણ હવાલા કે અન્ય કોઈ ટ્રાન્જેકશન થયા છે. કેમ તેની તપાસ ચાલી રહી છે. ડીપાર્ટમેન્ટ દ્વારા આ એકાઉન્ટ સીઝ કરવાની કવાયત શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.