Western Times News

Gujarati News

Ind vs WI : કોઈને કીધા વિના ચહલ બેટિંગ કરવા પહોંચી ગયો !!

૨ મિનિટમાં હોંશિયારી નીકળી ગઈ, દુનિયા સામે બન્યો મજાક

ટીમ ઈન્ડિયા ઈચ્છતી હતી કે મુકેશ કુમાર બેટિંગ કરવા જાય, પરંતુ ચહલે બેટ લઈને મેદાનમાં દોડવાનું શરૂ કરી લીધુ હતું

નવી દિલ્હી, 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ ્‌૨૦ ઈન્ટરનેશનલ મેચમાં જ્યારે ૧૦માં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા યુઝવેન્દ્ર ચહલને ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા ડ્રેસિંગ રૂમમાં પરત બોલાવવામાં આવ્યો ત્યારે વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. ટીમ ઈન્ડિયા ઈચ્છતી હતી કે મુકેશ કુમાર બેટિંગ કરવા જાય, પરંતુ ચહલે બેટ લઈને મેદાનમાં દોડવાનું શરૂ કરી લીધુ હતું. પાછા આવવાનો સંકેત મળતાં જ યુઝવેન્દ્ર તરત જ પાછળ દોડી ગયો, પરંતુ ટૂંક સમયમાં જ તેણે ફરીથી ક્રિઝ પર પાછા ફરવું પડ્યું કારણ કે નિયમો અનુસાર તેની જગ્યાએ અન્ય કોઈ બેટ્‌સમેન બેટિંગ કરવા માટે બહાર આવી શક્યો ન હતો.T20 international match played between India vs West Indies

આ સમગ્ર ઘટના બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં બની હતી, જ્યારે ભારતને જીતવા માટે પાંચ બોલમાં ૧૦ રનની જરૂર હતી અને આઠ વિકેટ પડી હતી. જાેકે, ચહલ એક બોલમાં એક રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને ૧૫૦ રનના લક્ષ્યાંકના જવાબમાં ટીમ ઈન્ડિયા નવ વિકેટ ગુમાવીને ૧૪૫ રન જ બનાવી શકી હતી. ભારતને છેલ્લી પાંચ ઓવરમાં જીતવા માટે ૩૭ રનની જરૂર હતી, પરંતુ ટીમે આગલી ઓવરમાં સુકાની પંડ્યા (૧૯) અને સંજુ સેમસન (૧૨)ની વિકેટ ગુમાવી દીધી હતી. હોલ્ડરે પંડ્યાને બોલ્ડ કર્યો હતો જ્યારે સેમસન રન આઉટ થયો હતો.

તે ઓવર મેઇડન હતી. જાેસેફની આગલી ઓવરમાં માત્ર પાંચ રન થયા હતા. ભારતને છેલ્લી ત્રણ ઓવરમાં ૩૨ રનની જરૂર હતી. અક્ષર પટેલ (૧૩)એ ૧૮મી ઓવરમાં હોલ્ડરની છગ્ગા સાથે ૧૧ રન બનાવ્યા હતા. પરંતુ મેકકોયે તેને આગલી ઓવરમાં હેટમાયરના હાથે કેચ કરાવ્યો હતો. અર્શદીપે મેકકોય પર સતત બે ચોગ્ગા મારીને ભારતની આશા જગાવી હતી. ભારતને છેલ્લી ઓવરમાં ૧૦ રનની જરૂર હતી.

આમાં શેફર્ડે કુલદીપ યાદવ (૦૩)ને બોલ્ડ કર્યો જ્યારે અર્શદીપ (૧૧)ના રન આઉટ થતાં ભારતની જીતની આશા ખતમ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે જેસન હોલ્ડર (૨/૧૯), ઓબેદ મેકકોય (૨/૨૮) અને રોમારિયો શેપર્ડ (૨/૩૩) એ સારી બોલિંગ કરી હતી. સ્પિનર અકીલ હુસૈને ઈકોનોમિકલ બોલિંગ કરી, ૧૭ રનમાં એક વિકેટ લીધી હતી. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા તિલક વર્માએ સૌથી વધુ ૩૯ રન બનાવ્યા હતા.

જ્યારે સૂર્યકુમાર યાદવ (૨૧) અને સુકાની હાર્દિક પંડ્યા (૧૯) સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલ (૩૨ બોલમાં ૪૮ રન, ત્રણ ચોગ્ગા, ત્રણ છગ્ગા) અને નિકોલસ પૂરન (૩૪ બોલમાં ૪૧ રન, બે ચોગ્ગા, બે છગ્ગા)ની શાનદાર ઇનિંગની મદદથી વેસ્ટ ઈન્ડિઝે છ વિકેટે ૧૪૯ રન બનાવ્યા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.