Western Times News

Gujarati News

બડી દૂર સે આયે હૈ ફેમ શ્રૃતિ રાવતનું લગ્નજીવન તૂટ્યું

પતિ સાથે ઝઘડા થતા હોવાથી લીધો ર્નિણય

૩૧ જુલાઈએ તેના ડિવોર્સ થયા હતા, જેને હતી માંડ ત્રણ દિવસ થયા છે ત્યાં તે ફરીથી પ્રેમમાં પડવા તૈયાર છે

મુંબઈ, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર નિખિલ અગાવને સાથેના શ્રૃતિ રાવતના સાડા છ વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. વર્ષ ૨૦૧૬ના નવેમ્બર મહિનામાં લગ્ન કરનારી આ એક્ટ્રેસને સોમવારે (૩૧ જુલાઈ) છૂટાછેડા મળ્યા હતા. પૂર્વ દંપતીને ચાર વર્ષની દીકરી છે. પતિ સાથે અલગ થવાના પોતાના ર્નિણય વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘અમારી વચ્ચે જીવન પ્રત્યેના અભિપ્રાય અને અલગ-અલગ દ્રષ્ટિકોણના કારણે અવારનવાર મતભેદ થતા હતા. Badi Door Se Aye Hai fame Shruti Rawat’s marriage broke up

જેના લીધે અમે આખરે પ્રેમીથી જ જુદા-જુદા માર્ગે ચાલવાનું નક્કી કર્યું હતું. જાે કે, અમે પરસ્પર સમજૂથી અલગ થયા છીએ અને હંમેશા સારા મિત્રો બનીને રહીશું. અમારા બંનેની પ્રાથમિકતા હવે અમારી દીકરીને શ્રેષ્ઠ કો-પેરેન્ટિંગ પૂરું પાડવાની છે. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ડિવોર્સ ફાઈલ કરતા પહેલા પૂર્વ દંપતીએ ઘણી ચર્ચા-વિચારણા અને મનોમંથન કર્યું હતું, કારણ કે તેમના આ ર્નિણયથી દીકરી પર પણ થોડી અસર પડે તેમ હતી. શ્રૃતિ રાવતે કહ્યું હતું કે ‘તે ખરેખર અઘરો ર્નિણય હતો.

 

View this post on Instagram

 

A post shared by Shruti Rawat (@shrrutirawatt)

જાે કે, મારું માનવું છે કે જાે બે વ્યક્તિ એકબીજા સાથે ખુશ ન હોય અથવા અનુકૂળતા ન અનુભવતી હોય તો અલગ થઈ જવું જ વધારે સારું રહે છે. સંબંધોને કેમ જબરદસ્તીથી ખેંચવા? પ્રેમ વગરના લગ્નજીવનમાં રહેવું અથવા તેવી વ્યક્તિ સાથે રહેવું જેની સાથે તમે ખુશ નથી, તેના કરતાં અલગ થઈ જાઓ. તેમા બંને ગૂંગણામણ નહીં અનુભવે. આ અમારી દીકરી માટે પણ થોડું અન્યાયી રહેશે. પરંતુ એક તૂટેલો પરિવાર આપવો તેના કરતાં બે સુખી ઘર આપવા તે તેના માટે વધારે સારો વિકલ્પ છે. વ્યક્તિગત રીતે અમે ખુશ છીએ અને હું સ્વતંત્રતાની લાગણી અનુભવી રહી છું’. નિષ્ફળ લગ્નજીવન બાદ પણ શ્રૃતિનો પ્રેમ અને રિલેશનશિપમાં વિશ્વાસ યથાવત્‌ છે.

તેણે કહ્યું હતું કે ‘હાલ હું સિંગલ છું ત્યારે મને લગ્ન અને સાથીદારનો વિચાર ગમે છે. ભૂલ કરવી તે સ્વાભાવિક છે, પરંતુ તેમનાથી કંઈક શીખવું જાેઈએ. હાલ હું મારા સપનાને પૂરા કરવામાં લાગી છું અને બાકી બધા કરતાં કરિયરને પ્રાથમિકતા આપી રહી છું. હું ફરીથી પ્રેમમાં પડવા તૈયાર છું અને મારા ભવિષ્ય માટે ઉત્સાહિત છું. હકીકતમાં, હું નિખિલ માટે પણ ઈચ્છું છું કે તે એક સારી છોકરી શોધી લે છે, જે તેને પ્રેમ આવી શકે અને તે ફરીથી ઠરીઠામ થઈ જાય.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, નવેમ્બરમાં ઓફ-એર થયેલા શો ‘આનંદીબા ઔર એમલી’માં છેલ્લે જાેવા મળેલી શ્રૃતિ રાવલ કમબેક તરફ જાેઈ રહી છે. તે અત્યારસુધીમાં ચિંટુ ચિંકી ઔર બડી સી લવ સ્ટોરી, આરકે લક્ષ્મણ કી દુનિયા, બડી દૂર સે આયે હૈ અને ક્યા હાલ મિ. પંચાલ જેવા શોમાં કામ કરી ચૂકી છે. તેણે કહ્યું હતું કે ‘હું મારી દીકરી સાથે વધારે સમય વિતાવવા માગતી હોવાથી મેં કામમાંથી બ્રેક લીધો હતો. કલાકો સુધી મારી દીકરીથી દૂર રહેવાનો દોષ ભાવ અનુભવતી હતી. મને લાગે છે કે તે હવે મારા શિડ્યૂલ પ્રમાણે ગોઠવાઈ ગઈ છે અને હું કામ પર જલ્દી પાછા ફરવાનું પ્લાનિંગ કરી રહી છું’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.