Western Times News

Gujarati News

૪ કિલો ટામેટા માટે બે બાળકો ગિરવે મુકયાઃ પછી પાછો આવ્યો જ નહીં

(એજન્સી)કંટક, ટામેટાના આકાશે આંબતા ભાવની વચ્ચે ઓડીશાની છત્ર બજારમાંથી છેતરપીડીનો એક કિસ્સો ખુબ ચર્ચામાં છે. જેમાં એક ઠગે શાકભાજીવાળા પાસેથી ૪ કિગ્રા ટામેટા લીધા અને પૈસા આપ્યા વિના ફરાર થઈ ગયો. તેણે આ છેતરપિંડીમાં ર સગીર બાળકનો ઉપયોગ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો ઠગે ર સગીર બાળકોને કહયું કે, વોશીીગ મશીને ગાડીમાં ચડાવવાનો છે. એટલા માટે તે તેમને ૩૦૦૦ રૂપિયા આપશે. છોકરાઓ તેના માટે તરત તૈયાર થઈ ગયા અને તે વ્યકત સાથે જવા લાગ્યા. ઠગે તેમને એક શાકભાજીવાળા પાસે લઈ ગયો અને તે છોકરાઓને બેસાડી દીધીા અને થોડીવાર રોકાવા માટે કહયું.

ત્યારબાદ ઠગે શાકભાજીવાળા પાસેથી ૧૦ કિલો ટામેટા લેવાની વાત કહી, જાે કે પહેલા તે ૪ કિલોગ્રામ લઈ જશે અને બાદ આવીને ૬ કિલો લઈ જશે. તેણે શાકભાજીવાળાને કહયું કે, તેને આ શાકભાજી એક સંબંધીને આપવાની છે. કેમ કે બે બાળકો શાકભાજીવાળા પાસે બેસાડી રાખ્યા છે. દુકાનદારે તેના પર વિશ્વાસ કરતા તેને ટામેટા આપી જવવા દીધો.

જયારે તે શખ્સ કલાકો થયા છતાં પણ પાછો આવ્યો નહી તો તેને શંકા ગઈ અને બે છોકરાઓને સાથે પુછપરછ કરી અને તે શખ્સ કેમ પાછો ન આવ્યો તેના વિશે પુછવા લાગ્યો. તો તે છોકરાઓ પણ કહેવા લાગ્યા કે, તે પણ તેની રાહ જજાેઈ રહયા છે. તેમને વોશીગ મશીન ગાડીમાં ચડાવવા માટે બોલાવ્યા હતા.

દેશમાં અન્ય શહેરોની માફક હાલમાં ઓડીશામાં પણ ટામેટાના ભાવ ર૦૦ રૂપિયા પ્રતી કિલો થઈ ગયા છે. અહીના નુઆપાડા જીલ્લામાં ટામેટાના ભાવ ર૪૦ રૂપિયા પ્રતી કિલોગ્રામ સુધી પહોચી ગયા છે. જીલ્લા પ્રશાસન ટામેટાના ભાવ પર રોક લગાવવામાં નિષ્ફળ રહયું છે. શાકભાજીને લઈને માર્કેટના જાણકારોનું કહેવું છે કે ઓગષ્ટના અંત સુધીમાં ટામેટાના ભાવ આવા જ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.