Western Times News

Gujarati News

2 ભારતીય યુવકો પૂરમાં તણાઈને પાકિસ્તાન પહોંચી ગયા

પ્રતિકાત્મક

હવે બંને યુવકોને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહયા છેઃ આ બંને યુવકો લુધિયાણાના રહેવાસી છે

(એજન્સી)ફીરોઝપુર, પંજાબના ફીરોઝપુરમાં ભારત-પાકિસ્તાનના બોર્ડર પાસે આવેલા ગઝનીવવાલા ગામના ર ભારતીય યુવકો પુરમાં વહી ગયા બાદ પાકિસ્તાનને સરદહની અંદર પહોચી ગયા છે. પાકિસ્તાનની રેન્જર્સ ચેકપોસ્ટ પર આયોજીત ફલેગ મીટીગમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.

ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે ફલેગ મીટીગ દરમ્યાન આ અંગેની માહિતી મળી છે અને હવે બંને યુવકો પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે. ખરેખરમાં આ બંને યુવકો લુધીયાણાના રહેવાસી છે અને તેઓઅ શ્રી હરીમંદીર સાહિબ જવાના હોવાનું કહી તેમના ઘરેથી નીકળ્યા હતા.

યુવકની પુછપરછ કરવા માટે તેમના સંબંધીઓ ફીરોઝપુરના પોલીસ સ્ટેશન લખનૌના બહેરામ પહોચ્યા હતા. પોલીસનું કહેવું છે કે બંને પાકિસ્તાન પહોચી ગયા હોવાની માહિતી છે. યુવકના સંબંધી નાહરસિંહે જણાવ્યું છે. આ લોકો શ્રી હરીમંદીર સાહીબ વિશે કહીને તેમના ઘરેથી નીકળ્યા હતા.

પરંતુ હવે તેમની પુછપરછ કરવા માટે તેઓ લખો પોલીસ સ્ટેશને આવ્યા છે. અત્યારે આ બંને પાકિસ્તાની રેન્જર્સ પાસે છે. આ મામલે પોલીસ સ્ટેશન લખનૌના બહિરમના એસએસચએો બચનસિંહે જણાવ્યું કે, ફલેગ મીટીગમાં પાકિસ્તાનની રેન્જર્સે જણાવ્યું હતું કે બે ભારતીયો પુરના પાણીમાં વહીને પાકિસ્તાન પહોચ્યા હતા.

આ બંનેનો બચાવ થયો છે. બચનસિંહે કહયું કે આજે પણ પાકિસ્તાનની રેન્જર્સ સાથે બેઠક યોજજાઈ રહી છે. અને બંને યુવકો વિશે વધુ માહિતી મેળવવામાં આવશે. બંને યુવકો ભારતીય તેમને પરત લાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.