Western Times News

Gujarati News

જયપુરથી અમદાવાદ જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા આવેલો આર્મી જવાન ઝડપાયો

જ્વેલર્સની દુકાનમાં આરોપીએ બંદૂકના જાેરે લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો-જ્વેલર્સના માલિકે પ્રતિકાર કરતા આ આરોપી ભાગ્યો હતો અને ગોળી પણ ચલાવી હતી, જાે કે, આ ગોળી રોડ પર વાગતા કોઈ જાનહાની સર્જાઈ ન હતી

અમદાવાદ, અમદાવાદમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગરમાં આવેલી ન્ય્ હોસ્પિટલ પાસે આ લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી. હોસ્પિટલ પાસે આવેલા વૃંદાવન જ્વેલર્સની દુકાનમાં આરોપીએ બંદૂકના જાેરે લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમયે જ્વેલર્સની દુકાનની આસપાસ નાસભાગ મચી જવા પામી હતી. જ્વેલર્સના માલિકે પ્રતિકાર કરતા આ આરોપી ભાગ્યો હતો અને ગોળી પણ ચલાવી હતી, જાે કે, આ ગોળી રોડ પર વાગતા કોઈ જાનહાની સર્જાઈ ન હતી કે, કોઈ ઈજાગ્રસ્ત થયુ ન હતું.

જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા માટે એક વ્યક્તિ બંદૂક લઈને પહોંચ્યો છે તેવી જાણ થતા વૃંદાવન જ્વેલર્સની દુકાનની આસપાસના વેપારીઓ ભેગા થઈ ગયા હતા અને આ લૂંટારુને રંગેહાથે પકડી પાડવા માટે તેને ઘેરી લીધો હતો. જાે કે, આ લૂંટારુ બંદૂક બતાવીને દોડવા લાગ્યો હતો અને ફાયરિંગ કરવાની કોશિશ કરી રહ્યો હતો.

આ સમયે તેને ફાયરિંગ પણ કર્યું હતું. જાે કે, ગોળી રસ્તા પર વાગી હતી. દુકાનદારોએ આ લૂંટારુને પથ્થર માર્યા હતા અને તેને ઝડપી પાડવા માટે તેની પાછળ પણ દોડ્યા હતા. લોકોએ લૂંટારુને ઝડપી પાડ્યો હતો.

લૂંટ વિથ ફાયરિંગની ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ લૂંટારુ આરોપીની અટકાયત કરીને તેની સામે ગુનો નોંધ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી. આ લૂંટારુ બંદૂક લઈને ફાયરિંગ દોડી રહ્યો હતો તે વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

વીડિયો વાયરલ થતા લોકો પોલીસ અને કાયદા વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં જે પ્રકારે ગુનાખોરી વધી રહી છે તે જાેઈને લોકો કહી રહ્યા છે કે, ગુજરાત ગુનાખોરીમાં ઉત્તરપ્રદેશ સમકક્ષ થઈ જશે કે શું?. હવે જાેવાનું એ રહ્યું કે, પોલીસ આ ગુનાખોરીને ક્યા પ્રકારે ડામે છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે અને તે મૂળ રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે.  હાલમાં આરોપી જમ્મુ કશ્મીરમાં આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે. પરંતુ દેવું વધી જતા મણિનગરના વૃંદાવન જ્વેલર્સમાં લૂંટના ઈરાદે અમદાવાદ પહોંચ્યો હતો. હાલમાં પોલીસે લોકેન્દ્ર શેખાવત વિરૂદ્ધ ફાયરિંગ વીથ લૂંટનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.